અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલે ઇન્સાસ રાયફલથી પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો

Spread the love

દેશભરમાં સ્વતંત્રતા દિવસ ઉજવાઇ રહ્યો છે ત્યારે અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ પોલીસ કમિશ્નર ઓફિસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વાજાએ પોતાને જ ગોળી મારીને જીવન ટૂંકાવી દીધું છે. આ પોલીસ કોન્સ્ટેબલે ઇન્સાસ રાયફલથી પોતાની જાતને ગોળી મારીને આપઘાત કરી લીધો છે. હાલ આ આપઘાત કર્યા પાછળનું કોઇ કારણ સામે આવ્યું નથી.

પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. આ અંગે પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પોલીસ કોન્સ્ટેબલ જીતેન્દ્ર વાજાએ 14મી ઓગસ્ટની રાતે આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ આજે સવારે થઇ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, આ પોલીસ કોન્સ્ટેબલ બે દિવસ પહેલા જ નવી પોલીસ કમિશ્નર કચેરી ખાતે ફરજ પર મુકાયા હતા. તેમને બે દિવસ પહેલા જ રાયફલ અને 20 કારતૂસ આપ્યા હતા

આ ઘટના બાદ શહેર પોલીસ કમિશનરે મૃતકના પરિવારને સાંત્વના આપી છે. શહેર પોલીસ કમિશ્નરે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. આ મામલે પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે. આજે 15મી ઓગસ્ટે ધ્વજ વંદનના કાર્યક્રમ દરમિયાન પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી.

બે દિવસ પહેલા સુરતમાં પણ એક પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લીધો હતો. કામરેજ ઘલુડી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે જ પોલીસ કોન્સ્ટેબલે આત્મહત્યા કરી લીધી છે. હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલે આત્મહત્યા પોતાનું જીવન ટુંકાવી લીધુ હતુ. હેડ કોન્સ્ટેબલ સુધીર બાજીરાવ પાટીલ આર્મર તરીકે હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. ત્યારે તેમનો પરિવાર છેલ્લા થોડા દિવસોથી પોતાના વતનમાં ગયો હતો. પરિવાર પરત ફરતા ક્વાર્ટરનો દરવાજો અંદરથી ખોલવામાં નહીં આવતા આખરે દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મૃતકનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો અને સમગ્ર ઘટના અંગે જાણ થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com