દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વતંત્રતા દિવસના ભાષણ માટે લાલ કિલ્લા પર પહોંચ્યા ત્યારે બધાની નજર એ વાત પર ટકેલી હતી કે આ વખતે તેમના સંબોધનમાં શું ખાસ હશે. PM મોદીએ મહિલાઓની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના તેમના વિઝનને આગળ ધપાવ્યું. આ બધામાં ખાસ વાત એ છે કે PM મોદીનું આ અત્યાર સુધીનું સૌથી લાંબુ એટલે કે 103 મિનિટનું ભાષણ છે.
103 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કરીને PM મોદીએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ પહેલા PM મોદીએ લાલ કિલ્લા પરથી 10 વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. 78માં સ્વતંત્રતા દિવસ પર તેમણે 11મી વખત લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કર્યું, આ દરમિયાન તેમણે 103 મિનિટ સુધી રાષ્ટ્રહિત સાથે સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા.
વર્ષ 2017માં PM નરેન્દ્ર મોદીએ માત્ર 57 મિનિટનું સૌથી નાનું ભાષણ આપ્યું હતું. જે બાદ તેમણે 2016માં 94 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું, પરંતુ આ સ્વતંત્રતા દિવસ પર તેમણે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડીને 103 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું.