આવતીકાલથી ગુજરાતની હોસ્પિટલોમાં અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે

Spread the love

કોલકાતા આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે વિરોધ કરી રહેલા ડોકટરો પર પણ ગઈકાલે હજારો લોકોના ટોળાએ હોસ્પિટલમાં ઘૂસીને હુમલો કર્યો હતો. જેમાં વિરોધમાં આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બીજે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડોકટરોએ રેલી યોજી હતી. આવતીકાલથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવામાં આવશે તેવો નિણર્ય કરવામાં આવ્યો છે. જ્યાં સુધી કોલકાતાના ડોકટરો પર થયેલા હુમલા મામલે સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી સેવા બંધ રાખવામાં આવશે. માત્ર ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે.

કોલકતાની આર.જી. મેડિકલ કોલેજમાં ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હતુનો બનાવ બન્યો હતો જેના પગલે દેશભરમાં વિરોધ ચાલી રહ્યો છે. આર.જી. મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો વિરોધ કરી રહ્યા હતા ત્યારે ગઈકાલે રાતે હજારો લોકોનું ટોળુ આવ્યું હતું. ટોળાએ હોસ્પિટલમાં ઘૂસીને તોડફોડ કરીને વિરોધ કરી રહેલા ડોકટરોને મારમાર્યો હતો. ડોકટરો પર થયેલા હુમલા અને ટ્રેની ડોકટર પર દુષ્કર્મ અને હત્યા મામલે આજે વિરોધ કરવામાં આવ્યો હતો.

સિવિલ હોસ્પિટલના જુનિયર ડોકટર અને વિદ્યાર્થીઓએ ભેગા મળીને PG હોસ્ટેલની કેન્ટીન પાસેથી એકઠા થઈને ચાલતા જઈને રેલી યોજી હતી. બીજે મેડિકલ કોલેજ સુધી રેલી યોજવામાં આવી હતી. ડોકટરોએ સૂત્રોચાર સાથે ન્યાયની માગ કરી હતી. ડોકટરો પર થયેલા હુમલા મામલે પણ સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો. બેનર સાથે મહિલા ડોકટર પણ મળતી સંખ્યામાં રેલીમાં જોડાઈ હતી.

કોલકતાની બનાવના પગલે આવતીકાલે સવારે ફરીથી જુનિયર ડોકટર બીજે મેડિકલ કોલેજમાં એકઠા થશે અને ધરણાં કરશે. આ ઉપરાંત રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં આવતીકાલથી અનિશ્ચિત સમય સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે તેવી જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ઈમરજન્સીમાં આવતા દર્દીઓ માટેની ઇમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવશે.

જુનિયર ડોક્ટર એસોસિએશનના રેસિડેન્ટ ડોક્ટર ધવલ ગામેતીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે જે ઘટના બની અને અગાઉની દુષ્કર્મની ઘટના મામલે આજે અમે રેલી કાઢીને 500થી વધુ ડોક્ટર દ્વારા વિરોધ નોધવ્યો હતો. ઓલ ગુજરાત જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ગઈકાલે રાત્રે કોલકત્તાના હોસ્પિટલમાં ડોક્ટર ઉપર હુમલો થયો તેનો સંતોષકારક જવાબ ના મળે ત્યાં સુધી ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ રહેશે. માત્ર ઇમરજન્સી સર્વિસ જ ચાલુ રાખવામાં આવશે. જ્યાં સુધી કોલકાતાના મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને જવાબ ના મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી સેવા બંધ રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com