ભાજપ પાર્ટીના નેતાઓ વચ્ચે જ એટલા આંતરિક વિખવાદો છે કે એમને કોંગ્રેસ કે દુશ્મનોની જરૂર નથી. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. જેને પગલે નેતાઓ પણ છાકટા બની ગયા છે. પાર્ટીમાં અંદરો અંદરની ગરબડો એટલી છે કે જ્યારે દુશ્મની વધે ત્યારે એકબીજાની પોલ ખોલતા હોય છે પત્રકાંડ એમાં સામાન્ય થઈ ગયા છે. આ પહેલાં પણ ભાજપના નેતાઓની પોલ ખોલતા પત્રો વાયરલ થયા છે.
અમે અહીં ગુજરાત ભાજપના અમદાવાદના નેતાઓની પોલ ખોલતા સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક પત્રની વિગતો તમને આપી રહ્યાં છે. અમદાવાદના મણિનગર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટ, પ્રદેશ કોષાધ્યક્ષ અને તાજેતરમાં જ અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશનના પ્રભારી પદેથી હટાવાયેલા ધર્મેન્દ્ર શાહની ટોળકીનો આ પત્ર પોલ ખોલી રહ્યો છે. જોકે, અમૂલ ભટ્ટ અને ધર્મેન્દ્ર શાહ આ કોઈ વિધ્ન સંતોષીએ ખોટી વિગતો સાથે પત્ર વાયરલ કર્યો હોવાનું કહી રહ્યાં છે. આ મામલો વધુ વિવાદ વકરે તો પોલીસ કાર્યવાહી પણ થઈ શકે છે. આ પત્રમાં ભાજપના એક કાર્યકરે નેતાઓ સામે ગંભીર આક્ષેપો કરીને રોકડી કિંગ અને કટકી કિંગ પણ કહ્યાં છે.
વાયરલ થયેલા પત્રમાં ઉલ્લેખાયું છે કે, અમદાવાદના આનંદ ડાગા, અમુલ ભટ્ટ, વિપુલ સેવક, ધવલ રાવલ આ બધા એક જ હારના મણકા છે. પાર્ટીના નામે હોદ્દાનો ઉપયોગ કરી આ ટોળી રોકડીમાં જ પડી છે. ડાગાએ બધાને પૈસો બતાવી લટ્ટુ બનાવી દીધા છે. ધર્મેન્દ્ર શાહ તો પહેલાંથી એએમટીએસની બસો અને કચરાની ગાડીઓમાં ભાગીદાર છે. આ પછી પૈસા માટે લાળપાડું અમુલ ભટ્ટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન થયો એટલે ડાગા જોડે રોકડીની સાઠગાંઠમાં લપેટાયો. આ કટકી કીંગે એએમટીએસમાં ડાગા માટે બબાલ કરી હતી તે બધા જાણે છે.
આ ભઈ એ વખતથી ડાગાની ઓફીસનાં પહેરેદાર બન્યા એ મણીનગર વિધાનસભાના બધા કાર્યકરો જાણે છે પણ આ ચંડાળ ચોકડીને કારણથી કોઈ બોલતા નથી. આ મોટે ભાગે દરરોજ ડાગાને સલામ કરવા જાય છે અને એના ઈશારે કામ કરે છે. શીતલબેન ડાગાને દંડક બનાવામાં તેમનો મોટો રોલ હતો. હવેથી આ દરવાજે જતા બંધ થઈ જશે. એની પાસે રાતોરાત આટલો પૈસો કેવી રીતે આયો?
મણીનગરમાં દુકાનો, ૨ કરોડની ઓફીસ, બે એસયુવી કાર. બોલો….. ચેરમેન હતા તો સીક્યુરીટીવાળા, અને બીજા કોન્ટ્રાક્ટરો સાથે સેટીંગ કરી ભારે રોકડી કરી છે. એના કોર્પોરેશનના પીએ અને અત્યારના બધા ચમચાઓ ખાનગીમાં બધુ કહે છે. મણીનગરની પેલી….. અને પહેલાંની મેયર …….ના લફરાં પણ પક્ષના નેતાઓ અને આખું ગામ જાણે છે. મણીનગરની બહેનોએ આ લંપટસ્વામીથી સાચવવું જોઈએ. આ સત્યની હવે પ્રધાનમંત્રી, પાટીલ સાહેબ, બધા ધારાસભ્યોને પણ લેટરથી જાણ થશે કે અમુલ ભટ્ટ આ ટોળીનો જ સાગરીત છે.
હવે બધા બોલે છે આવાને કોણે ટીકીટ આપી ? એની હવે ખાનગી તપાસ કરી બધી વાતો એક પછી એક લેટરથી જાણ થશે. એ કોરર્પોરેટરો એમાં ખાસ મહિલાઓનું જાહેર અપમાન કરે છે. ટોળીનો લીડર પકડાયો હવે પોતાની જાતને સેવાભાવી હોવાનો દેખાડો કરતા આ કટકી કીંગનો જ વારો છે. બધા છાપામાં, ફેમીલીમાં અને વીસ્તારમાં આ લેટર છાપીને બધા લોકોને વહેંચાશે એટલે આ કટકી કીંગ શાહુકારની બધાને ખબર પડશે. લેટર મળશે એટલે જાત બચાવવા દોડધામ કરશે. બધા કાર્યકરો આનાથી ચેતે.
આ પત્ર વાયરલ થતાં જ અમૂલ ભટ્ટથી લઇને ધર્મેન્દ્ર શાહ પોતાના બચાવમાં ઉતરી આવ્યા છે. અમદાવાદના સ્થાનિક રાજકારણમાં આ પત્રએ ભારે ચર્ચા જગાવી છે. પત્રમાં ઉલ્લેખાયેલા ભષ્ટ્રાચારો મામલે પણ ભાજપે ગંભીરતાથી લઈને તપાસ કરવાની જરૂર છે. ધર્મેન્દ્ર શાહને તો કેમ હટાવાયા એ સૌ સારી રીતે જાણે છે હવે શું અમદાવાદમાં અમૂલ ભટ્ટનો વારો પડશે એ ભાજપમાં ચર્ચાનો વિષય છે. સમગ્ર ઘટનાના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યાં છે. ભાજપ આ મામલે ખાનગીમાં તપાસ કરી રહી છે. નેતાઓએ તો આ કોઈ વિધ્ન સંતોષીનું કામ હોવાનું કહી આ મામલે ચૂપકીદી સાધી લીધી છે પણ આ પત્ર હાલમાં ભાજપમાં ચર્ચાનો વિષય બનતો જાય છે. આ અમે નથી કહેતા પણ તમામ આક્ષેપો વાયરલ થયેલા નનામા પત્રમાં કરાયેલા છે.
મારા ધ્યાનમાં આવી કોઈ પત્ર આવ્યો નથી. જાહેરજીવનમાં આવેલા વ્યક્તિ તમામ લોકોને સંતોષ ના આપી શકે. જે લોકો અથવા વ્યક્તિનું કામ ના થયું હોય એવા લોકો નાનામો પાત્ર લખવામાં આવ્યો છે. જો વ્યક્તિ ખરો હોય તો નામ સાથે અરજી કરી શકે છે. પણ જો પત્ર ધ્યાનમાં આવશે તો ભાજપ પક્ષ દ્વારા તપાસ કરવામાં આવશે એમ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું.