ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલને ભેજાબાજ ઈસમ રૂ. 68 લાખ 12 હજારનો ચૂનો લગાવી ગયો

Spread the love

ગાંધીનગર કોર્ટમાં વકીલાત કરતા મહિલા વકીલને વોટસએપમાં મેસેજ મોકલી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગ કરી તગડો પ્રોફીટ થવાની લાલચ આપી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગના બહાને ભેજાબાજ ઈસમે રૂ. 68 લાખ 12 હજારનો ચૂનો લગાવવામાં આવતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

ગાંધીનગર સેકટર – 29 પ્લોટ નંબર 533/1 માં રહેતા સીમાબેન વિકાસભાઈ લાડ એડવોકેટ તરીકે ગાંધીનગર કોર્ટ સેવા આપે છે. જ્યારે તેમના પતિ વિદેશમાં નોકરી કરી રહ્યા છે. ગત તા. છઠ્ઠી જુનના રોજ સીમાબેનનાં વોટસએપમાં શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ તેમજ ટ્રેડીંગ કરી સારૂ એવું પ્રોફીટ મેળવવા માટે સતત મેસેજ આવતા હતા. અને ગ્રુપમાં જોડાવાનું કહેતા હતા.

જેનાં પગલે સીમાબેને નવમી જુન સુધી મેસેજ આવેલા નંબર પર ચેટીંગ કરતા સામે વાળા ઈસમે પોતાનુ નામ JILL જણાવી પોતે અવીવા ગૃપ તરફથી વાત કરતો હોવાનું કહી શેર માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ માટે નવું ડીમેટ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ જણાવ્યું હતું. અને AVIVAFTSE એકાઉન્ટ મારફતે ખરીદ-વેચાણ કરવાનું તેમજ એકાઉન્ટ મારફતે IPO, નવા સ્ટોક, બ્લોક ટ્રેડીંગ, ડેઈલી લીમીટ ટ્રેડીંગ વિગેરે તાત્કાલિક થવાનો વિશ્વાસ આપ્યો હતો.

વધુમાં ઈસમે ચેટ થકી કહેલ કે, કંપની દ્વારા આ બાબતે કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. માત્ર ખરીદ-વેચાણ ઉપર કમીશન 0.00025 ટકા અને ટ્રાન્જેક્શન ઓર્ડર પર 20 રૂપિયા ચાર્જ થાય કહીને સારા પ્રોફિટની લાલચ આપી હતી. બાદમાં સીમાબેનનો નંબર AVIVA INVESTMENT ACADEMY વોટસએપ ગ્રુપમાં એડ કર્યો હતો. અને ગૂગલ પ્લે સ્ટોર પરથી કોઈનમેક્સ નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી શેર ખરીદવાનું કહ્યું હતું.

જેનાં કહ્યા મુજબ સીમાબેને 10 જુન થી 27 જુલાઈ સુધી રૂ. 68. 12 લાખથી વધુનું રોકાણ કરી દીધું હતું. જેની સામે સારો એવો પ્રોફિટ પણ એપ્લિકેશનમાં ડિસ્પ્લે થતો હતો. જે રકમ ઉપાડવા માટે પ્રોસેસ કરતા રકમ વિડ્રો થઈ ન હતી. અને અલગ-અલગ ચાર્જીસના નામે વધુ રકમ જમા કરાવવાનુ કહેવામાં આવતા સીમાબેનને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. આખરે તેમણે ફરીયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com