કહેવાય છે કે, નિશ્ચય દ્રઢ હોય તો કોઈ પણ વ્યક્તિ મોટામાં મોટા પડકારોનો સામનો કરી શકે છે, સંસ્કૃતમાં શ્લોક છે કે, દ્રઢ મનોબળ વાળો વ્યક્તિ દિવ્યાંગ હોવા છતાં શિખરો પાર કરી શકે છે , ત્યારે ગાંધીનગરના યુવાને પોતાની સાહસિકતાથી દુનિયાના અને ભારત દેશના અનેક દુર્ગમ શિખરો પર પહોંચી વિજય પતાકા ફહેરાવી છે,.. જી હા,.. અમે વાત કરી રહ્યા છીએ ગાંધીનગરના બાહોશ યુવાન જીગરકુમાર મેવાડાની…. જેમણે પર્વતારોહક તરીકે ભારત દેશમાં આવેલ (૧) કસોલ માનાલી સરપાસ કેમ્પ, (ઉંચાઇ આશરે ૧૪૦૦૦ ફૂટ) (૨) નેપાળ સ્થિત હિમાલયની બરફ આચ્છાદિત દુર્ગમ પહાડી એવરેસ્ટ બેઝ કેમ્પ (ઉંચાઇ આશરે ૧૮૦૦૦ ફૂટ) તેમજ (૩) હિમાચલ પ્રદેશના પીરપંજાલ રેન્જ સ્થિત માઉન્ટ ફેન્ડશીપ ઉંચાઇ આશરે ૧૭૩૫૦ ફૂટનુ દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી સફળતાપૂર્વક આરોહણ કરી તેના પર ભારતનો ત્રિરંગો લહેરાવેલ છે.
(૪) હાલમાં યુરોપ દેશમાં આવેલ આવેલ સૌથી મોટો એલબ્રુસ (Elbrus) પર્વત જેની ઉંચાઇ ૧૮૫૧૦ ફૂટની છે જે રશીયા ખાતે આવેલ છે તે પણ સફળતાપૂર્વક આરોહણ કરેલ છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ભારત તથા અન્ય દેશોમાં આવેલ અતિ મહત્વના અને દુર્ગમ પહાડોનું આરોહણ સફળતા પૂર્વક પુર્ણ કરવાની મહત્વકાંક્ષા સાથે પ્રયત્નશીલ છે. આ સાહસિક કાર્ય થકી ભારત દેશ તેમજ ગુજરાત રાજ્ય તથા વિશ્વકર્મા સમાજનું નામ રોશન કરેલ છે.