સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરવા એબીવીપીએ  ગાંધીનગર કલેક્ટર અને સિદ્ધાર્થ લો કૉલેજ ખાતે કર્યું પ્રદર્શન

Spread the love

ગુજરાતની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે તેવી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદની માંગ

ગાંધીનગર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતના પ્રદેશ મંત્રી સમર્થ ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાતના શૈક્ષણિક જગત માટે એ ખુબ જ ચિંતાજનક વિષય છે કે ઓગસ્ટ મહિના સુધી રાજ્યની સરકારી અને અર્ધ સરકારી લો કોલેજોની પ્રવેશ પ્રક્રિયા શરુ થયેલ નથી. રાજ્યની અર્ધ સરકારી કોલેજોનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી પડતર છે. ગત વર્ષે પણ અભાવિપ પ્રતિનિધિ મંડળ દ્વારા આ વિષયના નિરાકરણ હેતુ રાજ્ય સરકાર સમક્ષ રજુવાત કરવામાં આવેલ. રાજ્યની અર્ધ સરકારી લો કોલેજોની સ્થિતિ ખુબ જ દયનિય છે, જેના પર સરકાના ત્વરિત પગલાં અતિઆવશ્યક છે. આ તમામ વિષયોને લઇને અભાવિપ માંગ કરે છે કે ગુજરાત ની તમામ સરકારી અને અર્ધ સરકારી કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે. ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે.ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજોમાં સરકાર દ્વારા પ્રતિ વિધાર્થીને આપવા આવતી ગ્રાન્ટ માં વધારો કરવામાં આવે. ત્વરિત નિરાકરણ હેતુ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ, ગુજરાત સરકાર સમક્ષ માંગ કરે છે. માંગો ન સ્વીકારતા અભાવિપ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રસાશન ની રહેશે. સિદ્ધાર્થ લો કોલેજ ખાતે લૉ કૉલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની રજૂઆત કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગાંધીનગર જિલ્લા દ્વારા કલેક્ટર થકી મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય,શિક્ષણ મંત્રી, મુખ્ય ન્યાયાધીશ, ગુજરાત હાઇકોર્ટ, ચેરમેન, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દિલ્હીને આવેદનપત્ર સોંપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com