કોલકત્તામાં મહિલા ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાએ દેશને ફરીથી વિચારતો કરી દીધો છે. આ હંગામા વચ્ચે લોકો બળાત્કારીઓ માટે ફાંસીની માંગ કરી રહ્યાં છે.
આ માંગ વચ્ચે આજે આપણે કેટલાક એવા દેશોની વાત કરવાના છીએ, જ્યાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધ કરનારા નરાધમો હજાર વખત વિચારે છે.દક્ષિણ કોરિયા – દક્ષિણ કોરિયામાં બળાત્કારીને માટે કોઈ માફી નથી અપાતી.અહીં આરોપીને સુરક્ષા દળો ગોળી મારીને મોતની સજા આપી દે છે.
સાઉદી અરેબિયા – સાઉદી અરેબિયામાં પણ બળાત્કાર જેવા ગુનાની સજા ખૂબ જ કડક છે. અહીં આરોપીને લોકો સામે જ શિરચ્છેદ કરીને મોતની સજા આપવામાં આવે છે.
ચીન – ચીનમાં બળાત્કારીઓને સીધો મૃત્યુદંડ આપવામાં આવે છે. ઘણા કેસમાં આરોપીના ગુપ્તાંગ કાપી નાખવાની સજા પણ આપવામાં આવે છે.
નેધરલેન્ડ – આ દેશમાં પરવાનગી વિના કોઈને ચુંબન કરવું પણ બળાત્કાર ગણવામાં આવે છે. જેના માટે 4 થી 15 વર્ષની જેલની સજા થઈ શકે છે.
ઈરાક – ઈરાકમાં બળાત્કારીને પથ્થર મારીને મોતની સજા આપવામાં આવે છે. અહીં બળાત્કારીનું મોત થાય ત્યાં સુધી પથ્થર મારવામાં કરવામાં આવે છે.
ભારતમાંની વાત કરીએ તો અહીં પીનલ કોડની કલમ 376 અને 375 હેઠળ સજાની જોગવાઈ છે, જેમાં મૃત્યુદંડ, આજીવન કેદ અને ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે.