નર્મદા જિલ્લાના તીલકવાળા તાલુકાના બંદરપુરા ગામની પ્રાથમિક શાળામાં ભણાવી રહેલા નિલેશ્વરી પટેલ નામની શિક્ષિકા જેવી છેલ્લા 2 વર્ષ અને 2 મહિનાથી એટલે કે 13.06.2022 થી કપાત પગાર પર રજા ઉપર ઉતરી જઇ usa વિદેશમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. શિક્ષકોના હાજરી પત્રક તપાસ્યું ત્યારે ખરેખર આ મહિલા શિક્ષિકાની ગેરહાજરી જોવા મળી અને હાજરી પત્રકમાં ઉલ્લેખ પણ કર્યો છે કે usa વિદેશ માં જવાને કારણે કપાત પગાર પર જતાં રહ્યાં છે.
અહીં વાત એ છે કે જો કપાત પગાર પર છેલ્લા 2 વર્ષથી આ મહિલા શિક્ષિકા જો વિદેશ જતા રહ્યા હોય તો શું એમને DPO પાસે રજા માગી છે કે નહીં? DPO સાથે વાત કરતા જાણવા મળ્યું કે, કોઈ પણ જાતની રજા માગી ન હતી અને તેઓ વિદેશ જતા રહ્યા છે.
DPOના કહેવા અનુસાર આ મહિલા શિક્ષિકાને આજે જ અમારા ધ્યાનમાં આવતા અમે એમને નોટિસ આપી છે અને તેમને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. આ શિક્ષિકા બહેન 2025 સુધીની રજા માગી હતી જે મંજૂર કરવામાં આવી હતી. કારણ કે આટલી મોટી સરકાર દ્વારા રજા આપવામાં ન આવે માટે તેમને ફરજ પરથી મુક્ત કરાયા છે.
આ શાળામાં 43 વિદ્યાર્થીઓ 1 થી 5 ધોરણમાં ભણી રહ્યા છે. તો એક શિક્ષક દ્વારા આ હાલ શાળા ચાલુ છે. ત્યારે કેવી રીતે ભણાવશે આ એક મોટો પ્રશ્ન છે. ત્યારે ગામના સ્થાનિકોનું પણ કહેવું છે કે, વહેલી તકે આ શિક્ષિકાને સસ્પેન્ડ કરે અને એમની જગ્યાએ બીજા શિક્ષક મુકાય. આ બાબતે ભરૂચ સાંસદ પણ બાળકોના ભવિષ્ય માટે ચિંતા કરી હતી. તેમણે જણાવ્યું કે, આવા શિક્ષકોને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવે અને આવા શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.