6 દિવસ પહેલા પાવરપ્લાન્ટમાં 2 યુવકોને માર માર્યા બાદ ધમકી અપાતાં કોળી સમાજની બેઠક મળી હતી. 2 યુવકોને માર મારવાના વિરોધમાં ગામમાં લોકો એકત્ર થયા હતા. દરમિયાન ક્ષત્રિય સમાજના લોકો સામે કોળી સમાજના આગેવાને નીરુ ખસિયાએ વાણીવિલાસ કર્યો.ધંધુકામાં કોળી સમાજની બેઠકમાં ભડકાઉ ભાષણનો વીડિયો વાયરલ થયો છે.
ધંધુકામાં પાવરપ્લાન્ટમાં 2 યુવકોને માર મરાયા બાદ કોળી સમાજની બેઠક મળી હતી. આ બેઠકમાં નીરુ ખસિયા નામના વ્યક્તિએ કોળી સમાજના યુવાનોને ભડકાવવાનો પ્રયાસ કર્યો.
ધારાસભ્ય કાળુ ડાભીની હાજરીમાં એક વર્ગ વિશે આપત્તિજનક અને ભડકાઉ ભાષણ આપ્યાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ થયો છે. આઝાદી મેળવવા લોહી વહાવું પડશે તેમજ એક સમાજના લોકોને તગેડવાની કાળુ ડાભીએ વાત કરતાં વિવાદ થયો છે.
નીરુ ખસિયા નામના વ્યક્તિએ કહ્યું કે દરબારોએ કોળી સમાજને હાથો જ બનાવ્યો છે. મુઠ્ઠીભર દરબારો જો આપણી ઉપર રાજ કરતા હોય તો વર્ગવિગ્રહ જ કરાય. લોહી રેડશું તો આઝાદી મળશે, કાયદો તેનું કામ કરશે તમે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી રાખજો. સ્થાનિક પોલીસમાં જેટલા દરબારો છે તેની બદલીની તૈયારી કરો. દરબારોને અહીં કોઈ જમીન આપતું નથી, એટલે એમને કોળીને રાખવા પડે છે. કોળીનો છોકરો કંપનીમાં 15 મિનીટ મોડો પડે તો કાઢી મુકે છે. એમના વાળા 15-15 દિવસ કંપનીમાં ન આવે તોય પૂરો પગાર મળે છે. આવી સ્થિતિ હોય તો વર્ગવિગ્રહ થવો જોઇએ.