લો વિચારો કેવા કેવા ફેંસલાઓ અને ચર્ચાઓ જાહેરમાં આવે છે કે, પળભરમાં આપણે વિચારતા થઇ જઇયે.હાલમાં જ આવા એક કેસમાં સુપ્રીમ કોર્ટ 20 ઓગસ્ટે કલકત્તા હાઈકોર્ટના 2023ના નિર્ણય સામે દાખલ અરજીઓ પર પોતાનો આદેશ જાહેર કરશે, જેમાં કોર્ટે જાતીય શોષણ સંબંધિત કેસમાં એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ જ કેસની સુનાવણી દરમિયાન, કિશોરીઓને તેમની જાતીય ઇચ્છાઓને નિયંત્રિત કરવાની સલાહ આપતી ‘વાંધાજનક’ ટિપ્પણી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે 8 ડિસેમ્બરે નિર્ણયની ટીકા કરી હતી અને તેને હાઇકોર્ટની ‘સંપૂર્ણપણે વાંધાજનક અને સંપૂર્ણપણે ગેરવાજબી’ ટિપ્પણી ગણાવી હતી.
સર્વોચ્ચ અદાલતે હાઇકોર્ટના કેટલાક અવલોકનોને સુઓ મોટુ સંજ્ઞાન લીધું હતું અને રિટ પિટિશનના સ્વરૂપમાં તેની સુનાવણી શરૂ કરી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે ચુકાદો લખતી વખતે ન્યાયાધીશો પાસેથી ‘ઉપદેશ’ અપેક્ષિત નથી. એવી સંભાવના છે કે જસ્ટિસ અભય એસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈંયાની બેંચ 18 ઑક્ટોબર, 2023ના હાઈકોર્ટના નિર્ણય અને તેની સુઓમોટો અરજી સામે પશ્ચિમ બંગાળ સરકારની અપીલ પર 20 ઑગસ્ટના રોજ પોતાનો આદેશ આપી શકે છે.
કલકત્તા હાઈકોર્ટે 18 ઓક્ટોબર, 2023ના રોજ બળાત્કારના કેસની સુનાવણી કરતા આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. ચુકાદો આપતી વખતે ન્યાયાધીશે કેટલીક ટિપ્પણીઓ કરી હતી, જેણે દેશભરમાં હોબાળો મચાવ્યો હતો. અરજી સ્વીકારતી વખતે હાઈકોર્ટે યુવતીઓના વર્તન પર ટિપ્પણી કરી હતી. જોકે, છોકરાઓને સલાહ આપતાં તેમણે એમ પણ કહ્યું કે છોકરાઓને સમજાવવામાં આવે કે તેઓ છોકરીઓનું સન્માન કરે.
જજે કહ્યું હતું કે, ‘છોકરીઓએ પોતાની જાતીય ઈચ્છાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. તેઓએ 2 મિનિટના આનંદનો શિકાર ન થવું જોઈએ.