આ ભંગાર સાયકલો પર નવું રંગકામ કરીને તેમને નવી જેવી બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.આ મામલો ગંભીર બનતા મુખ્યમંત્રી કક્ષાએથી સાયકલોનું વિતરણ અટકાવવાની સૂચના આપવામાં આવી છે.
કેટલાક જિલ્લાઓમાં તો આ સાયકલો હટાવી લેવા માટેના પરિપત્રો પણ જારી કરવામાં આવ્યા છે.ગાંધીનગરના સેક્ટર 3માં ગાંધીનગર તાલુકાની શાળાઓ માટેની સાયકલો રાખવામાં આવી છે.
આશ્ચર્યજનક રીતે, આ સાયકલો પર નવેસરથી રંગકામ કરવામાં આવી રહ્યું છે, જે અનેક સવાલો ઉભા કરે છે.આ સમગ્ર પ્રકરણમાં સાયકલ ખરીદનાર સરકારી એજન્સી ગ્રીમકો અને સાયકલ ઉત્પાદક કંપની વચ્ચે કોઈ અયોગ્ય સમજૂતી થઈ હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે.