ગાંધીનગરના જિલ્લાના હાઈવે અકસ્માતની ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી છે. ત્યારે ગઈકાલે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર છાલા ગામ પાસે રોડ પર મરામતનું કામ કરી રહેલી મહિલાને ટ્રકે અડફેટે લેતા મોત થયું હતું. આ અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના છાલા ગામે રહેતા સવિતાબેન એક કંપનીમાં રોડ મરામતનું કામ કરે છે.
ગઈકાલે કંપનીના માણસો સાથે છાલાથી ગીયોડ ગામ વચ્ચે રોડ પર કામ કરી રહ્યા હતા. આ સમયે હિંમતનગર તરફથી આવી રહેલા એક ટેમ્યો ચાલકે સવિતાબેનને ટક્કર મારી હતી.
અકસ્માતમાં સવિતાબેન ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે પોલીસને જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.