ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં ૪ ના મોત થયા છે.ગોંડલના ૨ ક્ષત્રિય યુવાનો અને ધોરાજી ના ૨ યુવાનોના મોત નિપયા હતા. આ અકસ્માત એટલો ભયંકર હતો કે સ્વિટ કારએ ૨૦ ફટ સુધી ગોથા માર્યા હતા. જેના લીધે કારમાંથી એન્જિન પણ છૂટું પડી ગયું હતું અને કારનો બુકડો બોલી ગયો હતો.ગોંડલ નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ નજીક બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો જેમાં સ્વિટ કાર રાજકોટ થી ધોરાજી તરફ જતી હતી તે દરમીયાન સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી સામે થી આવતી બોલેરો કારને હડફેટે લેતા ભયંકર અકસ્માત સર્જાતા ગોંડલ ના ૨ યુવાનો અને ધોરાજીના ૨ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજયા હતા સમગ્ર બનાવને લઈને ૪ જેટલી એમ્બ્યુલન્સ અને સહિત શહેર પોલીસ ઘટના સ્થળે પોહચી હતી.
રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે સિકસ લેન બનવા જઈ રહ્યો છે ત્યારે અનેક નાના મોટા અકસ્માત ના બનાવો બની રહ્યાં છે ત્યારે સામાન્ય વરસાદમાં હાઇવે ધોવાય જવા પામ્યો છે હાઇવે રોડ નું ધોવાણ થતા અનેક નાના મોટા ખાડા જોવા મળ્યા છે ત્યારે અનેક અકસ્માત થઈ રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે પોણા ચાર આસપાસ ગોંડલ નજીક નેશનલ હાઇવે પર દેવ સ્ટીલ નજીક બોલેરો કાર અને સ્વીટ કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો જેમાં સ્વીટ કાર ઋઉં૦૩કઋ ૫૧૧૯ રાજકોટ તરફથી ધોરાજી તરફ જઈ રહી હતી ત્યારે સ્વિટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર ઠેકી ગોંડલની સાંઢીયા પુલ ચોકડીથી ગુંદાળા ચોકડી તરફ જતી બોલેરો કાર ઋઉં૦૩ખક ૨૪૪૪ સામે અથડાતા બોલેરો અને સ્વીટ કાર પલ્ટી જવા પામી હતી સમગ્ર અકસ્માતના કારણે હાઇવે પર ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી ભયંકર અકસ્માતના કારણે બે ૧૦૮, નગરપાલિકા અને શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પોહચી હતી. મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ.અર્થ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે કાર વચ્ચે અકસ્માતમાં ગોંડલના બે ક્ષત્રિય યુવાનો મોતને ભેટા છે. જેમાં સિદ્ધરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા (ઉ.વ. ૩૫) રહે. માતિ નગર ઉમવાળા અંડરબ્રિજ પાસે અને ક્રિપાલસિંહ હરભમસિંહ જાડેજા (ઉ.વ. ૩૯) રહે રેલ્વે સ્ટેશન પાછળ મહાકાળી નગર વાળાનું ઘટના સ્થળે મોત નીપયું હતું જયારે ક્રિપાલસિંહ અપરણિત હતા પરિવારમાં ત્રણભાઈ માંથી ત્રીજા નંબરના હતા આશરે ચાર મહિના પહેલા બીમારી સબબ ક્રિપાલસિંહના માતાનું અવસાન થયું હતું અને ગત વર્ષ તેમના ભાઈનું અવસાન થયું હતું. અકસ્માતના સમગ્ર બનાવને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત બહોળો મિત્રમંડળ સિવિલ હોસ્પિટલમાં પોહચ્યો છે.
આ અકસ્માતમાં ધોરાજીના બે યુવાનોના પણ મૃત્યુ નીપયા હતા જેમાં જે યુવાનનું મૃત્યુ નીપયું હતું તે વીરેન દેશુરભાઈ કરમટા નો આજે જન્મદિવસ છે. જન્મદિવસે જ આ યુવાન મોતને ભેટતા પરિવારજનો શોકમાં થઈ ગયા છે અત્યારે તેની સાથે રહેલા સિદ્ધાર્થ કિશોરભાઈ કાચાનું મોત નીપયું હતું.