ભારત દેશમાં પ્રાણીઓને સમાજમાં ખાસ સન્માન આપવામાં આવ્યું છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિમાં પ્રાણીઓને દેવી-દેવતાઓના વાહન તરીકે પણ સ્થાન આપવામાં આવ્યું છે.
તેમ છતાં પ્રાણીઓ સાથે અવાર-નવાર માનવીઓ હેવાનિયત જેવું વર્તન કરતા હોય છે. આવી ઘટનાઓના વીડિયો પણ વારયલ થતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના West Bengal માં થઈ છે. આ ઘટનાએ ફરી એકવાર West Bengal માં તોફાનોને આહ્વાન આપ્યું છે.
Despite the Supreme Court imposing a complete ban on the use of fireballs to drive elephants, the West Bengal Forest Department continues to encourage the use of Hullah to drive elephants.
The entire sequence of events of what happened is horrifying! A living hell for elephants. https://t.co/kvjszbfLfv— Sagar (@Pixel_Stripes) August 17, 2024
આ ઘટના West Bengal ના Jhargram માં આવેલા એક જંગલમાં બની હતી. આ જંગલની અંદર આવેલી એક હાથણી ને આગમાં ધકેલી દેવામાં આવી હતી. આ તમામ ઘટાનાના આરોપીઓ સ્થાનિક ગામવાસીઓ છે. જોકે આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં અમુક લોકોનું ટોળું હાથ માં મશાલ લઈને એક જંગલની અંદર જઈ રહ્યા છે. ત્યારે તેમને જોઈને એક હાથણી જોર-જોરથી અવાજ કરી રહી છે. તો અનેક લોકોનો દાવો છે, આ હાથણી ગર્ભવતી હતી. તે ઉપરાંત હાથણી પર સળગતી લોખંડની વસ્તુઓ ફેંકવામાં આવી હતી. તો આ ઘટનાના મુખ્ય આરોપી તરીકે પ્રાઈવેટ હુલા પાર્ટી કરતા નાગરિકોને માનવામાં આવે છે.
ત્યારે વીડિયોમાં જોઈ શકાય છે કે, આખરે તડપીને હાથણી રસ્તા પર ઢળી પડે છે. અને તેનું મૃત્યુ થઈ જાય છે. જોકે આ ઘટનાની નોંધ વન વિભાગના અધિકારો લીધી છે. આ ઘટનાના સાક્ષી પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીઓને પકડી પાડવા માટે કામ શરું કરવામાં આવ્યું છે. આ પહેલા પણ પાંચ હાથી ઓનું જૂથ Jhargram માં પ્રવેશ્યું હતું, જેમાં એક ગર્ભવતી માદા હાથી નો સમાવેશ થાય છે. આ ઘટના બાદ હાથી ના હુમલામાં એક ગ્રામીણનું મોત થયું હતું. આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને વન વિભાગે હાથીઓને જંગલમાં પરત મોકલવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આ પછી, હાથીઓનું જૂથ ગામ છોડીને Jhargram રાજ કોલેજમાં પ્રવેશ કરે છે.