શોસિયલ મીડિયાના આ સમયમાં લોકપ્રિયતાના નવા માપદંડ સ્થાપિત કરવામાં આવ્યા છે. જેનો લાભ ઘણા લોકોને મળે છે. ત્યાં જ અમુક લોકોએ સોશિયલ માડિયાનો દુરુપયોગ સસ્તી લોકપ્રિયતા પામવા માટે પણ કર્યો છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક હિન્દુ મહિલા 24 બાળકોની માઁ છે.
વીડિયોમાં મહિલા જણાવે છે કે, તેના 24 બાળકોમાં 16 છોકરા અને 8 છોકરીઓ છે. જેમાં સૌથી મોટું બાળક 18 વર્ષનું અને સૌથી નાનું બાળક 2 વર્ષનું છે.
વાયરલ વીડિયોમાં ખુશ્બુ પાઠકે દાવો કર્યો છે કે, તેમના 23 વર્ષના લગ્નમાં 24 બાળકો છે. જેમાં સૌથી મોટા બાળકની ઉંમર 18 વર્ષ છે. ઇન્ટરવ્યૂમાં બાળકોના નામ પૂછતા ખુશ્બુએ અટપટો જવાબ આપ્યો હતો. તેણે જણાવ્યું કે, તેને તેના બાળકોનું નામ એક,બે, ત્રણ જેવી ગણતરી પર રાખ્યું છે. સોશિયલ સાઇટ પર વીડિયો વારલ થતાં જ એક પછી એક યૂટ્યૂબર મહિલાના ત્યાં પહોંચવા લાગ્યા અને તેણે પોતાની વાત ફરી કરવા કહ્યું હતું. જ્યારે મહિલાએ તે જ દાવો ફરી કર્યો ત્યારે સત્ય શું છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું કે, ખુશ્બૂ પાઠકે કરેલો દાવો એકદમ ખોટો છે. તેના 2 જ બાળકો છે. સાથે જ મહિલાના રેશન કાર્ડમાં પણ તેમના 2 જ બાળકો છે. મહિલાએ શરૂઆતમાં એટલી સફાઈ અને એટલા આત્મવિશ્વાસથી 24 બાળકો હોવાનો દાવો કર્યો હતો કે, સોશિયલ મીડિયાથી જોડાયેલા લોકો મહિલાની મુસ્કાન પાછળના જૂઠને સમજી જ શક્યા ન હતા. હાલ તો શાસન પ્રશાસન અને સમાજ જ નક્કી કરે કે, મહિલાનું આ રીતે લોકોને ગેરમાર્ગે દોરીને સસ્તી લોકપ્રિયતા મેળવવાની વાત કેટલી હદે સાચી છે?