અમદાવાદ
વૈશ્વિક રાજ્યવ્યવસ્થા પરિવર્તન, ખાદ્ય સુરક્ષા, પર્યાવરણ બદલાવ, ભવિષ્યની કાર્યપ્રણાલી વગેરે જેવા વિષયો ઉપર ચર્ચા કરતાં ૫ સભ્યોના ડેલીગેશનને વરૂણ ઝવેરીએ નેતૃત્વ કર્યું હતું. આ સમિટમાં 20 કરતા વધારે રાષ્ટ્રના પ્રતિનિધિ મંડળ સહભાગી થયા હતા. ભારતીય પ્રતિનિધિ મંડળ કે જેણે દેશના 40 કરોડથી વધારે યુવાનોનું પ્રતિનિધિત્વ કરતાં સમિટમાં ભારતીય રાજ્યવ્યવસ્થાની સાતત્યતા, યુવાઓ દ્વારા થઈ રહેલ શોધ,ભારતમાં ખાદ્ય સુરક્ષાની સારી સ્થિતિ જેવા વિષયો ઉપર ભાર આપ્યો હતો.
ઉપરાંતમાં વરૂણ ઝાવેરીની અગ્રેસરતામાં પ્રતિનિધી મંડળે આંતરરાષ્ટ્રીય સંગઠન જેવા કે યુનાઈટેડ નેશન્સમાં ભારતને વધુ પ્રતિનિધિત્વ મળે તેવા તબક્કાવાર પ્રયત્નો માટે વિચાર વ્યક્ત કર્યા હતા. Y20 સમિટના અંતે રિયો ડી જાનેરો કોમ્યુનિક પારીત કરવામાં આવ્યું અને G20 સભ્ય દેશો દ્વારા આ પ્રસ્તાવને અમલમાં લાવવાની સર્વસંમતિ પણ સાધવામાં આવી.ભારતીય પ્રતિનિધી મંડળને નેતૃત્વ કરનાર વરૂણ ઝાવેરીએ IIM અમદાવાદમાંથી MBA નો અભ્યાસ પૂર્ણ કરેલો છે અને વર્તમાનમાં તેઓ પોલિસી,રિસર્ચ અને તાલીમ વિભાગ BJYMના રાષ્ટ્રીય સંયોજક છે.