ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે ,વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરાયું….

Spread the love

ગુજરાત વિધાનસભામાં અંધશ્રદ્ધા વિરોધી કાયદા માટેનું વિધેયક રજૂ કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અંધશ્રદ્ધા વિરોધી સૂચિત કાયદની જોગવાઈઓ સાથેનું વિધેયક કર્યું છે. “ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024” રજૂ કરવામાં આવ્યું છે.

જો કે, સૂચિત કાયદામાં ધાર્મિક વિધિ અને પરંપરાને છૂટ આપવામાં આવી છે. કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો ગુનો ગણાશે. આ ઉપરાંત ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે. કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે. સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે.

  • “ગુજરાત માનવ બલિદાન અને બીજી અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા અને કાળા જાદુ અટકાવવા તેનું નિર્મૂલન કરવા બાબત વિધેયક 2024” તૈયાર
  • ધાર્મિક વિધિ અને પરંપરાને કાયદાથી છૂટ આપવામાં આવી
  • કહેવાતા ચમત્કારો અને તેના પ્રચાર – પસાર કરવો ગુનો ગણાશે
  • ભૂત કે ડાકણ ભગાડવાના નામે શારીરિક પીડા આપવી અને અપાવવી ગુનો ગણાશે
  • કોઈ વ્યક્તિ પાસે અનિષ્ટ શક્તિ છે અને તેનાથી બીજાનું નુકશાન થાય છે તેનો પ્રચાર કરવો પણ ગુનો ગણાશે
  • સાપ, વીંછી કે શ્વાનના કરડવા અંગે દવાખાને લાઇજવતા રોકવા અને દોરા, ધાગા કે મંત્રો કરવા તે ગુનો ગણાશે
  • ભૂત કે ડાકણ મંત્રોથી બોલાવી અન્યને ભયમાં મૂકવા તે બાબત પણ ગુનો બનશે
  • ભૂત – ડાકણને બોલાવી અન્યોને શારીરિક ઇજા પહોંચાડવી પણ ગુનો બનશે
  • ગર્ભ ધારણ કરવા અસમર્થ સ્ત્રી સાથે અલૌકિક શક્તિથી માતૃત્વ આપવાના બહાને જાતીય સંબંધ બાંધવો ગુનો ગણાશે
  • આંગળી દ્વારા શસ્ત્ર ક્રિયા કરવી કે તેમ કરવાનો દાવો કરવો પણ ગુનો ગણાશે
  • આવો ગુનો કરનાર વ્યક્તિને 6 મહિનાથી 7 વર્ષ સુધીની સજા થાય તેવી સૂચિત કાયદામાં જોગવાઈ
  • ગુનેગારને રૂ. 5 હજારથી 50 હજારનો આર્થિક દંડ કરવાની પણ સૂચિત કાયદામાં જોગવાઈ

વિદેશમાં પણ આવા બ્લેક મેજિક અંગેના કાયદાઓ બન્યા છે. હાલ રાજ્યમાં કાળા જાદુ અંગે રાજ્યમાં કોઇ કાયદો નથી. ભોળા લોકોનું બ્લેક મેજીકથી શોષણ કરાય છે. ભાવુક લોકોને ખોટી દિશામાં લઇ જવાનું કામ કેટલાક લેભાગુ લોકો કરે છે. બહેનોની સુરક્ષા માટે આ બિલ મુખ્યમંત્રી તરફથી ભેટ છે.આસ્થાને ઠેસ ના પહોંચે એ બાબતને ધ્યાને રાખી બિલ તૈયાર કરાયું છે.

વર્ષ 2008માં કુંવરજીભાઇ બાવળિયા આવું જ ખાનગી બિલ તરીકે લાવ્યા હતા. ત્યારે અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ પક્ષનાં નેતા હતા.
કઈક કાળો જાદુ થયો કે તે બંને આજે ભાજપમાં છે. 2008નું બિલ અને આજે રજૂ થયેલું બિલ લગભગ સમાન છે. વર્ષ 2008 અને 2012માં આવું બિલ ખાનગી બિલ તરીકે લેવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com