બિહારના ગયામાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. આશરે 3 ફૂટ લાંબા સાપને રમકડું સમજીને 1 વર્ષનું બાળક તેની સાથે રમવા લાગ્યું. રમત-રમતમાં બાળકે સાપને પકડીને પોતાના મોઢામાં નાંખી દીધો. આ વચ્ચે સાપને પકડીને તેના વચ્ચેના ભાગને બાળક ચાવી ગયો. જેના કારણે સાપનું મોત થઇ ગયું.
ગયા જિલ્લાના ફતેહપુર થાના ક્ષેત્રનો આ મામલો છે, જ્યાં ફક્ત 1 વર્ષના બાળક દ્વારા એક સાપને ચાવી જવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
માસૂમ બાળક રમતા-રમતા રમકડું સમજીને સાપ ચાવવા લાગ્યું. સાપના વચ્ચેના ભાગને બાળકે ચાવી લીધું, જેના કારણે સાપનું મોત થયું. બાળક સાપને મોઢામાં લઇને ચાવી રહ્યું હતું, ત્યારે જ તેની મા ત્યાંથી પસાર થઇ તો આ દ્રશ્ય જોઇને ડરી ગઇ.
બાળકના મોઢામાં એક મોટો સાપ જોઇને તેની મા ગભરાઇ ગઇ. તે ડરી ગઇ હતી, પરંતુ બાળકને બચાવવા માટે તે તરત તેની પાસે ગઇ. બાળકના મોઢામાંથી સાપ કાઢ્યો. બાળકે સાપના શરીરનો વચ્ચેનો ભાગ ચાવી લીધો હતો, જેના કારણે સાપનું મોત થઇ ગયું હતું. જો કે બાળકની મા સાપ કાઢ્યા પછી ગભરાયેલી હાલતમાં બાળકને હોસ્પિટલ લઇને પહોંચી. હોસ્પિટલમાં સાપ અંગે જાણકારી આપવામાં આવી.
બાળકની માએ જણાવ્યું કે, ‘બાળક છત પર રમી રહ્યું હતું. મે અચાનક જોયું કે તે સાપને મોઢામાં લઇને ચાવી રહ્યું છે. દોડીને મેં સાપને તેના મોઢામાંથી કાઢીને ફેંકી દીધો. બાળકને તરત હોસ્પિટલ લઇ ગઇ, જ્યાં તપાસ બાદ ડોક્ટરોએ તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હોવાનું કહ્યું. જો કે સાપનું મોત થઇ ગયું હતું.
તે બાદ ડોક્ટરોએ બાળકની સારવાર શરૂ કરી. ડોક્ટરોએ બાળકની ટ્રીટમેન્ટ કરી જો બધું નોર્મલ હતું. ડોક્ટરોએ જણાવ્યા અનુસાર, જે સાપને બાળકે ચાવ્યો હતો તે ઝેરી ન હતો. આ જ કારણ હતું કે, બાળકનો જીવ બચી ગયો અને તે નોર્મલ છે. જો કે, આટલા મોટા સાપને જોઇને પરિવારના હોશ ઉડી ગયા હતાં.
તેવામાં બાળકને સલામત જોઇને પરિવારના ચહેરા પર ખુશી છે. આટલો મોટો સાપ જોઇને કોઇપણ વ્યક્તિ ગભરાઇ જાય ત્યાં રમત-રમતમાં બાળકે કંઇક એવું કરી નાંખ્યું કે, સૌકોઇ દંગ રહી ગયાં. ગ્રામીણોના કહેવા પ્રમાણે બાળકે જે સાપને મોઢામાં નાંખ્યો હતો તે તેલિયા સાપ હતો. તે દેખાવમાં અળસિયા જેવો હોય છે અને તે ઝેરી નથી હોતો.