ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ થશે. સદસ્યતા અભિયાન માટે ભાજપના 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાતમાં 1 સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન શરૂ થશે, સદસ્યતા અભિયાન માટે ભાજપ 9 નેતાઓને મહત્વની જવાબદારી સોંપાઈ છે. પ્રદેશ સંયોજક તરીકે કે.સી.પટેલની નિમણુક કરાઈ છે. જ્યારે પ્રદેશ સહ સંયોજક તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણા, રંજનબેન ભટ્ટ, કુલદીપસિંહ સોલંકી, વાઘજી ચૌહાણ, જયરામ ગામીતને જવાબદારી સોંપાઈ છે.તેમજ પ્રદેશ સહાયક તરીકે યજ્ઞેશ દવે, નિખિલ પટેલ અને મનન દાણીને જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત ગાંધીનગર ખાતે બેઠક મળી હતી. આ કાર્યશાળામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહન અગ્રવાલ ઉપસ્થિત રહી સદસ્યતા અભિયાનમાં કેવા કેવા સદસ્યોને સામેલ કરવા તેના અંગે માર્ગદર્શન આપ્યુ હતું.
આયોજિત ‘પ્રદેશ કાર્યશાળા’માં રાષ્ટ્રીય મહામંત્રી રાધામોહનદાસ અગ્રવાલજીએ પ્રદેશ પદાધિકારીઓ અને હોદ્દેદારઓને આગામી સદસ્યતા અભિયાન માટે માર્ગદર્શન આપ્યું હતું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ ઉપસ્થિત પ્રદેશ પદાધિકારીઓ અને હોદ્દેદારઓને સંગઠનાત્મક માર્ગદર્શન આપ્યું અને સદસ્યતા અભિયાન દ્વારા વધુમાં વધુ લોકો ભાજપા સાથે જોડાય તે માટે આહ્વાન કર્યું હતું.
ભાજપા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત આજે ગાંધીનગર ખાતે આયોજિત ‘પ્રદેશ કાર્યશાળા’માં સદસ્યતા અભિયાનના પ્રદેશ સંયોજક કે.સી.પટેલ અને સહ સંયોજક કુલદીપસિંહ સોલંકી દ્વારા પ્રેઝેન્ટેશન આપવામાં આવ્યું હતું. આ પ્રેઝેન્ટેશનમાં દ્વારા આગામી સમયમાં યોજાનાર સદસ્યતા અભિયાનની રૂપરેખા અને પ્રક્રિયા જણાવવામાં આવી હતી.
1 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ભાજપ પક્ષ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે. જેને લઇને આજે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ખાસ બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના તમામ જિલ્લા, સહેર અને નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ હાજર રહ્યા હતા. દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભાજપની બેઠક બાદ ગાંધીનગરમાં સદસ્યતા બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 1 સપ્ટેમ્બરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રથમ સદસ્ય બનાવીને સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવશે.
રાષ્ટ્રીય મહામંત્રી ડૉ. રાધામોહનદાસ અગ્રવાલ બેઠક બાદ નિવેદન આપ્યું હતું કે ભાજપ પક્ષ દેશના ૧૫૦૦ પક્ષમાંથી એક જ એવો પક્ષ છે જે સદસ્યતા અભિયાન શરૂ કરે છે, ૧૮ કરોડ નાગરિકો ભાજપના સદસ્યતા હતા. હવે એમની સદસ્યતા શૂન્ય થઇ જશે. ૩૧ ઓગસ્ટ થી તમામ કાર્યકર્તાઓ, નેતાઓ અને વડાપ્રધાન મોદીની સદસ્યતા પણ રદ થઈ થશે. ૧ તારીખ થી નવી સદસ્યતા અભિયાન શરૂ થશે, પીએમ મોદી પણ સદસ્યતા અભિયાનમાં જોડાશે, ગુજરાતથી ઓછામાં ઓછા ૨ કરોડ નાગરિકોને ભાજપ પક્ષની સદસ્યતા ગ્રહણ કરાવીશું.ત્યારબાદ નવા સદસ્યતાના કાર્યક્રમ કરીને ભાજપની કામગીરી વિશે જણાવવામાં આવશે.
કયું આર કોડ, રૂબરૂ મુલાકાત અને ભાજપ પક્ષની સાઇટથી સદસ્યતા અભિયાન શરૂ થશે. તમામ લોકોની વિગતો લેવામાં આવશે, નવા સદયતાઓના ભૂતકાળ પણ ચેક કરવામાં આવશે. ૧ સપ્ટેમ્બરથી ૨૫ સપ્ટેમ્બરથી પ્રથમ તબક્કો શરૂ થશે, બીજા તબક્કામાં ૧ ઓકટોબરથી ૧૫ ઓકટોબર સુધીમાં જે સમાજ સુધી પહોંચ્યા નથી ત્યાં જઈ અને સંપર્ક અભિયાન શરૂ કરીશે. જ્યારે ભાજપમાં ૩ વર્ષ પહેલાં ભાજપનો પ્રાથમિક સદસ્ય હોવો જોઈએ એને એક્ટિવ સદસ્ય ગણવામાં આવશે.