હવસ સંતોષવી હોય તો અમારી પાસે આવો,..દુષ્કર્મ કરીને મહિલાઓ અને છોકરીઓનું જીવન બરબાદ ના કરો..

Spread the love

કોલકાતામાં લેડી ડોક્ટરના રેપ-મર્ડરના બનાવ પર દેશનો દરેક વ્યક્તિ દુખી છે ત્યાં સુધી કે કોલકાતાની સેક્સ વર્કર્સ પણ આ ઘટનાથી ખૂબ દુખી છે. કોલકાતાના બદનામ રેડ લાઈટ એરિયા એવા સોનાગાચીમાં એક સેક્સ વર્કરે આ ઘટના પર હૈયુ વલોવી નાખતી વાત કરી છે.

સોનાગાચીની સેક્સ વર્કરે એવું કહ્યું કે થોડી મિનિટોની વાસના માટે રેપ કરીને મહિલાઓની હત્યા કરી નાખવા કરતાં રેડ લાઈટ એરિયામાં અમારી સાથે આવો. સેક્સ વર્કરે વધુમાં કહ્યું કે જો તમને વધારે હવસ ઉપડતી હોય તો અમારી સાથે આવો પરંતુ મહેરબાની કરીને મહિલાઓનું જીવન બર્બાદ ન કરો. દુષ્કર્મ કરીને તેમનું જીવન બર્બાદ ન કરો. તેણે કહ્યું કે અમારી પાસે ખૂબ મોટો રેડ લાઈટ એરિયા છે. તમે અહીં આવી શકો છો. અહીં કેટલીક એવી છોકરીઓ પણ છે કે જે 20 કે 50 રુપિયા જેવી નજીવી રકમમાં કામ કરી રહી છે તેથી કામ માટે બહાર જઈ રહેલી મહિલાઓ અને છોકરીઓને ટાર્ગેટ ન બનાવો. આપણે માનસિકતા બદલવી પડશે.

સેક્સ વર્કરનું આ સ્ટેટમેન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું લોકોએ તેને હીરો ગણાવી હતી અને દુષ્કર્મીઓને તેની પાસેથી શીખવાની સલાહ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *