ખાખીવર્દી પહેરેલ યુવતી અને તેની બહેનો પણ સલામત નથી, યુવતીએ રડતા રડતા આપવીતી જણાવી..

Spread the love

ભાવનગર જિલ્લાના તળાજા પંથકના દાઠા પોલીસ સ્ટેશનના બે જવાબદાર કર્મીઓ વિરુદ્ધ તપાસ થવી જોઈએ સાથે સખત કાર્યવાહી પણ થવી જોઈએ તેવા પ્રકારની મારામારી ને લઈ એક ઘટના પ્રકાશમા આવી છે.કારણ છે. ગ્રામ રક્ષક દલમા ફરજ બજાવતી ખાખીવર્દી પહેરેલ યુવતી ના આક્ષેપો.

દાઠા પોલીસ મથક નીચે આવતા વિસ્તારમા ગ્રામ રક્ષક દલ મા ખાખીવર્દી પહેરીને મસ્તરામધારા ખાતે પોતાની ડયૂટી પૂર્ણ કરી મહિલા કર્મચારી રૂપલબેન પ્રવીણભાઈ કંટારીયા આજે સાંજે પતિ વિક્રમ નરસિંહભાઈ શિયાળ.

એ સમય દરમિયાન કેરાળા ગામ નજીક રસ્તામાં પીથલપુર ગામના અંકિત ઢાપા અને તેના પરિવાર જનોએ રસ્તામા આડા ઉભા રહી આંતરી હાથમાં તીક્ષ્‍ણ અને બોથડ હથિયારો ધારણ કરી પતિ પત્ની પર હુમલો કર્યો હતો.થોડા સમય બાદ યુવતી ના પિતા પ્રવિણભાઈ અને ભાઈ વિષ્ણુ આવતા તેના ઉપર પણ ઢાપા પરિવાર ના સભ્યોએ હુંમલો કર્યો હોવાનો આરોપ ૠછઉ મા ફરજ બજાવી ઘરે જતી યુવતીએ ને ઇજાઓ થવાના કારણે તળાજા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવેલ હોય લગાવ્યો હતો.

યુવતીએ ચોધાર આંસુ સાથે રડતા રડતા મહિલા તબીબ સહિત ની ઉપસ્થિતી વચ્ચે મીડિયા સમક્ષ આપવીતી કહી તે ચોંકાવનારી હતી.યુવતી નો આરોપ છેકે પીથલપુર ગામે પિતા સહિત બહેનો રહે છે.છેલ્લા બે વર્ષથી અંકિત ઢાપા અને તેના પરિવાર જનો વારંવાર અપશબ્દો કહે છે મારે છે.અમો ચાર બહેનો છીએ તેમાં સગીર પણ એક બહેન છે.

અમો ચારેય બહેનો અસલામતી અનુભવીએ છીએ.બે વર્ષ દરમિયાન અમોએ દાઠા પોલીસ મથકમાં દસ થી બાર વખત લેખિત અરજી સ્વરૂપે ફરિયાદ આપવા છતાંય કડક પગલાં ના અભાવે આજે પણ મારી બહેનો સહિત પરિવાર સુરક્ષિત નથી!.

વિક્રમ શિયાળ અને પ્રવીણભાઈ કંટારીયા ને ફેક્ચર સુધીની ઇજાઓ થઈ હોવાનું જાણમાં આવતા વધુ સારવાર અર્થે ભાવનગર રીફર કરવામા આવેલ.સામા પક્ષે અંકિત ગોરધનભાઈ ઢાપા ને ઇજાઓ થઈ હોય તમામ ને તળાજા 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા હતા.સમગ્ર મામલે ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા તપાસ થાય તેવી માગણી આ પંથકમાંથી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com