ડોક્ટરને પૃથ્વી પર ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. જો ડોકટરો ન હોત તો દર્દીઓની સારવાર શક્ય ન બની હોત અને માનવ જીવ જોખમમાં મુકાયો હોત. અમેરિકામાં એક ડોક્ટરની ધરપકડ કરીને જેલમાં રાખવામાં આવ્યા છે, તેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. ડૉક્ટરે પોતાના વ્યવસાયનો ફાયદો ઉઠાવીને બાળકો અને મહિલાઓના નગ્ન ફોટોગ્રાફ્સ અને વીડિયો બનાવ્યા હતા.આ ઉપરાંત તેના પર જાતીય સતામણીનો પણ આરોપ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
40 વર્ષીય ભારતીય ડો. ઓમેર ઇજાઝ છેલ્લા ઘણા સમયથી અમેરિકામાં સેંકડો બાળકો અને મહિલાઓના નગ્ન ફોટોગ્રાફ્સ લેતો હતો અને તેનો વીડિયો પણ બનાવતો હતો. આ કેસમાં પોલીસે 8 ઓગસ્ટે તેની ધરપકડ કરી હતી. તેણે બાથરૂમ, ચેન્જિંગ રૂમ, હોસ્પિટલ રૂમ અને તેના ઘરમાં પણ ઘણી જગ્યાએ છુપાયેલા કેમેરા લગાવ્યા હતા.
ડોક્ટરની પત્નીએ તેના કાળા કૃત્યોનો પર્દાફાશ કર્યો. પત્ની પાસેથી બાળકો અને મહિલાઓના વાંધાજનક ફોટા અને વીડિયો મળી આવ્યા હતા. પછી તેણે આ સામગ્રી પોલીસને સોંપી. ધરપકડ પહેલા ડોક્ટરનો કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો. ડૉક્ટર બેભાન કે સૂતી સ્ત્રીઓ સાથે સેક્સ માણતો હતો.
આ અંગે સ્થાનિક પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલાની તપાસ પૂર્ણ થવામાં મહિનાઓ લાગશે. જ્યારે પોલીસે ડોક્ટરના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે તેમને કોમ્પ્યુટર, ફોન, 15 ડિવાઈસ અને હાર્ડ ડ્રાઈવમાંથી 13,000 અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. પોલીસ તમામ મુદ્દામાલની તપાસ કરી રહી છે.