વિજાપુર શહેરમા સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 7 ઇંચ થી વધુ વરસાદ

Spread the love

મહેસાણા જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જમ્યો છે.જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં વહેલી સવારે એકાએક પલટો આવતા ગાજ વીજ સાથે જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિજાપુર તાલુકામાં નોંધાયો છે.ત્યારે હાલમાં નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા છે.

મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે કાળા ડિબાંક વાદળો છવાઈ ગયા હતા.જેના પગલે જિલ્લામાં તમામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.જોકે સવારે 10 વાગ્યા છતાં મહેસાણા શહેરમાં અંધારા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા.જોકે વાહન ચાલકોને પણ પોતાના વાહનોની લાઈટો ચાલુ કરી બજારમાં ફરવું પડ્યું હતું.ત્યારે સવારે શાળા નોકરી ધંધે જતા લોકોને હાલાકી પડી હતી.

વિજાપુર શહેરમા સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 7 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો.વિજાપુરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.ત્યારે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જાય હતી.શહેરના સરદાર પટેલ સ્ટેચ્યુ થી ટી.બી રોડ વિસનગર રોડ,ખત્રીકુવા ચક્કર વિસ્તારમાં પાણી ભરાયા હતા.

દહેગામ પંથકમાં વહેલી સવારથી જ વાદળછાયુ વાતાવરણ

સર્જાયું હતુ તેવામાં અચાનક બપોરના સાડા બાર વાગ્યે

જાણે આભ ફાટ્યું હોય તેમ ધોધમાર વરસાદની શરૂઆત

થઈ હતી જેના કારણે શહેરના એસટી ડેપો,અમદાવાદ

રોડ,મોડાસા રોડ,પથિકાશ્રમ,સરદાર શોપિંગ સેન્ટર તરફથી

તાલુકા પંચાયત તરફ જતો રોડ,પૂર્ણિમા હાઇસ્કુલનો

ઢાળ,તેમજ પૂર્ણિમા હાઈસ્કૂલમાં પણ વરસાદી પાણી

ઘૂસ્યા હતા ઉપરાંત શહેરના નહેરુ ચોકડી વિસ્તાર તેમજ

નહેરુ ચોકડીથી ગાંધીનગર તરફ જતા રોડ પર દિવ્યમણી

બંગ્લોઝના મકાનો આગળ પણ ઘૂંટણ સમા પાણી ભરાયા

હતા ગાંધીનગર રોડ પર આવેલા રેલવે ગરનાળામાં પણ

પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના

મ્યુનિસિપલ હાઈસ્કૂલ મેદાનમાં પાણી ભરાતા બેટમાં ફેરવાયું

હતું.સાડા બાર વાગ્યાથી શરૂ થયેલો દોઢ વાગ્યા સુધીના એક

કલાકમાં 75 મિ.મી. એટલે કે ત્રણ ઇંચ જેટલો નોંધાયો હતો

વીજળીના કડાકા અને ભડાકા વચ્ચે તાલુકાના ભાદરોડા

(નજુપુરા) ગામે રહેતા પશુપાલકની ભેંસનું વીજળી પડવાને

કારણે મોત થયું હતું.દહેગામ ઉપરાંત તાલુકાના હરખજીના

મુવાડા, અમરાભાઈના મુવાડા, લવાડ,પાલુન્દ્રા,હાથીજણ,

બહિયલ,ઘમીજ,કરોલી કડાદરા, દેવકરણના મુવાડા,

શિયાવાડા, ચિસકારી કડજોદરા, બારીયા, રખિયાલ,

ભાદરોડા, ઉદણ, વાસણા ચૌધરી,પાટનાકુવા, બાબરા,

ખાનપુર, સામેત્રી,જીંડવા, બબલપુરા. સાંપા,લીહોડા,

પીંપલજ. લહેરીપુરા, હાલીસા, નાંદોલ, ધારિસણા,પટેલપુરા, સગદલપુર, બદપુર,મટાવાળા કંપા, જાલીયામઠ, સાણોદા અને પાલૈયામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.સતત વરસાદ ચાલુ રહેતા ઘણા વિસ્તાર તેમજ રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા.

લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ દહેગામ શહેર સહિત તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા હતા. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ છવાયું હતું બપોરના સાડા બાર વાગ્યાના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ વીજળીના કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી જેના કારણે શહેરમાં સાડા બારથી દોઢ વાગ્યા સુધીના એક કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના નિચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વરસાદને પગલે મેઘરાજાની રાહ જોતા ખેડૂતોમાં પણ આનંદ વ્યાપ્યો હતો.તાલુકાના ભાદરોડા (નજુપુરા) ગામે વીજળી પડતા એક ભેંસનું મોત થયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com