5000 વર્ષ પહેલા શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી વાંચો

Spread the love

શાસ્ત્રો અનુસાર હિંદુ ધર્મમાં ઘણા દેવી-દેવતાઓએ જન્મ લીધો અને દુષ્ટોનો અંત કર્યો છે. ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ જેવા સદ્દગુરુઓએ પોતાના અવતારના જીવનકાળ દરમ્યાન લાખો લોકોને જીવવાનો એક નવો રસ્તો દેખાડ્યો. શ્રીમદ્દભાગવત પુરાણમાં ધર્મ સાથે જોડાયેલા ઘણા રહસ્યો ખુલ્લા પાડવામાં આવ્યા છે.

આ પવિત્ર ગ્રંથમાં કળિયુગ સાથે જોડાયેલી ઘણી વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. આજે ઘણા હજારો વર્ષ પહેલા આ બધી વાતોનું એમાં વર્ણન કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે આ મહાન ગ્રંથમાં જે કાંઈ પણ જીવ વિષે વર્ણન કરવામાં આવ્યું હતું તે ક્યાંકને ક્યાંક આજના સમયમાં સાચું થતું જોવા મળી રહ્યું છે.

આ ભવિષ્યવાણી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા 5000 વર્ષ પહેલા કરવામાં આવી હતી. અને તે એટલી ચોક્કસ છે કે તમે એને નકારી પણ નથી શકતા. કળિયુગમાં ફક્ત ધન એક માણસના સારા જન્મ, યોગ્ય વ્યવહાર અને સારા ગુણોની નિશાની માનવામાં આવશે. અને કાયદા કાનૂન અને ન્યાય ફક્ત એક શક્તિના આધાર પર લાગુ કરવામાં આવશે.

મનુષ્ય કળિયુગમાં દુકાળથી પરેશાન રહેશે.

દુષ્કાળથી મનુષ્ય સંપૂર્ણ રીતે બરબાદ થઇ જશે.

કળિયુગમાં મનુષ્યના જીવનની મહત્તમ ઉંમર 50 વર્ષ સુધી રહેશે.

કળિયુગમાં મનુષ્ય પોતાના વૃદ્ધ માતા પિતાની સેવા નહિ કરે.

મનુષ્યએ ઠંડી, હવા, ગરમી, વરસાદ અને બરફથી ઘણું બધું નુકશાન ભોગવવું પડશે.

લોકો પોતાના ઝગડા, ભૂખ, તરસ, બીમારી અને ગંભીર ચિંતાને કારણે પરેશાન થઇ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com