ઉત્તર પ્રદેશના બરહાઇચની મરિયમે અર્શદ ઇસ્લામ સાથે ૨૦૨૩ની ૧૩ ડિસેમ્બરે નિકાહ કર્યા અને તે અયોધ્યામાં સાસરે આવી. અયોધ્યા પહોંચતાં જ નગરની સુંદરતા મરિયમને ગમી ગઈ અને તેણે ત્યાંના રસ્તા, લતા ચોકની સુંદરતા અને અયોધ્યાનો વિકાસ જોયો અને તેને એ ઘણું ગમ્યું. મરિયમે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યાં એટલે અર્શદનો પિત્તો ગયો.
અર્શદે ત્યાંથી જ મરિયમને પિયર રવાના કરી દીધી. પાછી આવવા કે લાવવાની ધરાર ના પાડતો રહ્યો છતાં મરિયમ અયોધ્યા પહોંચી તો અર્શદે તલાક આપી દીધા અને બહુ માર માર્યો, ગળું દબાવવા લાગ્યો. એ પછી ચૂલા પર મૂકેલી ગરમાગરમ દાળ તેના ચહેરા પર ઉડાડી. મુખ્ય પ્રધાન અને વડા પ્રધાનનાં વખાણ કરવા જેવા મુદ્દે પતિ અને સાસરિયાના ત્રાસ સામે ન્યાય માગવા મરિયમે વિડિયો વાઇરલ કરી મુખ્ય પ્રધાન પાસે મદદ માગી છે.