માણસા નગરપાલિકા દ્વારા શહેરીજનો ની સુખાકારી માટે એક નવા પર્યટન સ્થળ તરીકે શહેરમાં આવેલ ચંદ્રાસર તળાવ નું 11 કરોડના ખર્ચે બ્યુટીફિકેશનની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં તેનું લોકાર્પણ થવાનું છે ત્યારે આજે ભારે વરસાદને કારણે તળાવ કિનારાની 60 થી 70 ફૂટ ની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી જોકે આ સમયે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાન માલનું નુકસાન થયું ન હતું પરંતુ આ ઘટના ને પગલે પાલિકાની કામગીરી પર શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ માણસા માં શહેરીજનો માટે એક ફરવા લાયક સ્થળ બનાવવાના આયોજનના ભાગરૂપે માણસા નગરપાલિકા પાસે ચંદ્રાસર અમૃત સરોવર ના બ્યુટીફિકેશન કરી નવું બનાવવામાં આવ્યું છે જે અંદાજિત 11 કરોડ રૂપિયા ના ખર્ચે તમામ સુવિધાઓવાળું તળાવનું નિર્માણ કરાયું છે. પરંતુ આજે સવારે માણસા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. તે દરમિયાન તળાવની એક બાજુની દીવાલ ધરાશાયી થઈ હતી. લગભગ 60 થી 70 ફૂટ જેટલી દીવાલ એકાએક ધરાશાયી થતા તંત્ર પણ દોડતું થયું હતું. જોકે વરસાદ ચાલુ હોવાના કારણે આસપાસ કોઈ ન હોવાના કારણે જાનહાની થઈ નહોતી. હજુ આ તળાવનું લોકાર્પણ થયું નથી છતાં દીવાલ ધરાશાયી થતા તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે. જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોણ લેત નગરપાલિકા તંત્ર દ્વારા ધરાશાયી થયેલ દીવાલને ઢાંકી દેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો આ બાબતે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે જે દિવાલ પડી ગઈ છે તે જૂની હતી તેના પર ફક્ત પ્લાસ્ટર કરવામાં આવ્યું હતું.