“મે મિસ ઈન્ડિયાની લિસ્ટ જાેઈ, મને લાગ્યુ કે તેમા કોઈ દલિત, આદિવાસી મહિલા હશે, પરંતુ તે લિસ્ટમાં ન તો દલિત છે, ન તો આદિવાસી છે, ન ઓબીસી છે : રાહુલ ગાંધી

Spread the love

લોકસભામાં નેતા વિપક્ષ અને રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધી પ્રયાગરાજની મુલાકાતે હતા. આ દરમિયાન સંવિધાન સન્માન અને તેની રક્ષા કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ કાર્યક્રમમાં તેમના સંબોધનમાં સુલતાનપુરના મોચી રામચૈતના પ્રસંગ અંગેની વાત કરી. રાહુલે આ મોચી સાથે મુલાકાત કરી હતી અને તેની પાસે તેમના ચપ્પલ પણ રિપેર કરાવ્યા હતા.

જે બાદ તેમણે ફરી એકવાર જાતિગત જણગણનાનો મુદ્દો છેડ્યો. તેમણે કહ્યુ કે જાતિગત જનગણનાથી ન ફક્ત વસ્તીની જાણકારી મળશે પરંતુ એ પણ જાણવા મળશે કે કેટલી કેટલી વસ્તુઓના કેટલા લોકો ભાગીદાર છે. તેમણે કહ્યુ કે તેના માટે પણ જાતિગત જનગણના કરાવવી પડશે.

આ સંમેલનમાં સાંસદ રાહુલે કહ્યુ “મે મિસ ઈન્ડિયાની લિસ્ટ જાેઈ, મને લાગ્યુ કે તેમા કોઈ દલિત, આદિવાસી મહિલા હશે, પરંતુ તે લિસ્ટમાં ન તો દલિત છે, ન તો આદિવાસી છે, ન ઓબીસી છે, મીડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મિસ ઈન્ડિયા બનનારાઓમાં ૯૦ ટકા લોકોની સાચી સંખ્યાની જાણ થવી જાેઈએ. બંધારણને ૧૦ ટકા વર્ગવાળાએ નહીં પરંતુ ૧૦૦ ટકાવાળાએ બનાવ્યુ છે.” કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ ” ૯૦ ટકા લોકો સિસ્ટમનો હિસ્સો નથી. લઘુમતીઓ પણ તેમા આવે છે. તેમનામાં દરેક પ્રકારની પ્રતિભા પડેલી છે. છતાપણ તેઓ સિસ્ટમથી જાેડાયેલા નથી.

આ જ કારણ છે કે અમે જાતિગત જનગણનાની માગ કરી રહ્યા છે. ભાજપ કહી રહી છે કે તેઓ જાતિગત જનગણના કરાવશે અને તેમા ઓબીસી વર્ગને સામેલ કરશે, પહેલી વાત તો એ છે કે જાતિગત જનગણનામાં માત્ર ઓબીસીનો ઉલ્લેખ કરવો પૂરતો નથી” કોંગ્રેસ સાંસદે કહ્યુ, “અમારા માટે જાતિગત જનગણના માત્ર વસ્તી ગણતરી નથી. આ નીતિ નિર્માણનો આધાર છે. એ સમજવુ જરૂરી છે કે નાણાનું વિતરણ કઈ રીતે થઈ રહ્યુ છે. એ પણ જાણવુ જરૂરી છે કે નૌકરશાહી, ન્યાયપાલિકા, મીડિયામા ઓબીસી, દલિતો અને શ્રમિકોની ભાગીદારી કેટલી છે”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com