બિહારની ભાગલપુર કોર્ટે એક બનેવીને આ અનોખા પ્રકારની સજા કરી છે. જોકે આગામી સુનાવણી ૨૮ ઑગસ્ટે છે પરંતુ અત્યારે તો બનેવીએ છોડ ઉગાડવા પડશે. કારણ કે પચીસ છોડ રોપ્યાનું પોલીસ પાસેથી પ્રમાણપત્ર લઈને કોર્ટને બતાવવાનું છે. આ ઘટના બિહારના ભાગલપુરની છે. બનેવી રાજકુમાર મંડલ ૨૦૧૭માં પરિણીત સાળીને ભગાડી ગયો હતો. સાથે સાસરેથી ૧૫,૦૦૦ રૂપિયા પણ લઈ ગયો હતો.
લગ્નની લાલચ આપીને સાળીને ભગાડી જવાની રાજકુમાર સામે ફરિયાદ નોંધાઈ, પણ પોલીસે ન સાંભળી એટલે સસરા નારાયણ મંડલે કોર્ટમાં અરજી કરી. એના આધારે પોલીસે ફરિયાદ નોંધી. આ કેસમાં ૭ વર્ષ પછી અદાલતે આરોપી બનેવીને પચીસ છોડ ઉગાડવાનો આદેશ કર્યો છે.