રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ,10 ઈંચ વરસાદથી જીવન અસ્તવ્યસ્ત ..

Spread the love

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રીના 3 વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતા મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતા રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થતા આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે. રાજકોટમાં ગત રાતના 12 વાગ્યાથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. તેમજ બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે.

ન્યારી 1 ડેમમાં 45000 ક્યુસેક પાણીની આવક છે. ડેમના 11 દરવાજા પૈકી 9 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. ન્યારી 1 ડેમના દરવાજા ખોલવામાં આવતા કાલાવડ રોડ પર આવેલ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાજડી, મેટોડા, ખીરસરા, વીરડા વાજડી, પાળ સહિત 10 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવા અપીલ કરાઇ છે.

જસદણ તાલુકાના ભંડારિયા ગામની સીમમાં આવેલ ચેકડેમમાં એક ખેડૂત અને બે બળદો ચેકડેમમાં ફસાયા હતા. ચેકડેમની બાજુથી પસાર થતા ભાડલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI આર.એસ. સાંકળિયા તથા HC બળદેવ સોલંકી તથા જયેશ ચાવડા અને GRD જવાન ભરત સોમાણી તાત્કાલિક દોડી ગયા હતા અને ખેડૂતને બચાવવા દોરડા મારફતે રેન્સ્યૂ કરી ખેડૂત અને બે બળદોને બચાવ્યા હતા.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા, તાલુકા તેમજ નગરપાલિકાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડેપગે કામ કરી રહ્યું છે. જસદણમાં વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી આવતાં નગરપાલિકા તંત્ર દ્વારા ગતરાતથી આજે મોડી સવાર સુધીમાં આશરે 300 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જસદણમાં ગઢડિયા રોડ, ગાંડી વોકળી, ભાદર નદીના કાંઠાના વિસ્તાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થતાં ડિઝાસ્ટરની ટીમોએ નાગરિકોને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખસેડવાનું શરૂ કર્યું હતું. યાર્ડમાં દુકાનો ખોલાવીને સ્થળાંતરિત લોકોને આશરો આપવામાં આવ્યો છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com

Your browser is blocking some features of this website. Please follow the instructions at http://support.heateor.com/browser-blocking-social-features/ to unblock these.