રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદ ભુક્કા બોલાવશે, ગુજરાતમાં સ્કાયમેટની આગાહી

Spread the love

GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા મોકૂફ,ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ, ત્રણ ટ્રેનને અસર, એસ.ટી બસના 64 રૂટ રદ અને 583 ટ્રિપ રદ

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ગાંધીનગરના સંત સરોવર ડેમમાં પાણીની સપાટી સતત વધી રહી છે

અમદાવાદ

સ્કાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડિપ ડિપ્રેશન ગુજરાત પહોંચ્યુ છે, જેને કારણે ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે. હજી 24 કલાક ગુજરાત માટે અતિ ભારે છે. તો 29 તારીખ સુધી એટલે કે હજી 3 દિવસ ગુજરાત વરસાદમાં ભીંજાઈ શકે છે. સ્કાયમેટની આગાહી પ્રમાણે બનાસકાંઠા,સાબરકાંઠા,મહેસાણા, પાટણ, અરવલ્લી,મોડાસા,ગાંધીનગર અને વડોદરા, સુરત,વલસાડ,છોટાઉદેપુર અને પંચમહાલ, તાપી,ડાંગ,નવસારી અને વલસાડ, ગાંધીધામ,ભુજ,નલિયા અને દ્વારિકા, પોરબંદર,ગીર સોમનાથ સહિત રાજકોટમાં ધમધોકાર વરસાદની આગાહી છે.ભારે વરસાદને લઈને સમગ્ર ગુજરાતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે 26 ઓગસ્ટથી 29 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. GPSC દ્વારા લેવાનારી DYSO ની પરીક્ષા જે 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી તેને મોકૂફ કરવામાં આવી છે.ગુજરાતમાં મૂશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ ટ્રેનને અસર પહોંચી છે. રાજ્યમાં એસટી બસના 64 રૂટ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 583 ટ્રિપ રદ કરવામાં આવી છે. સૌથી વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ,ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રિપ અને રૂટ રદ થયા છે.રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થઈ છે. વડોદરા ડિવિઝનના બાજવા રેલવે સ્ટેશન અને આસપાસમાં રેલવે ટ્રેક પર પાણી ભરાયા છે. જેના કારણે અમદાવાદ-મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતા 30 જેટલી ટ્રેનને રદ કરવામાં આવી છે.જ્યારે 36 જેટલી ટ્રેન વડોદરા બાદ આણંદ અને ગોધરા થઈ અમદાવાદ તરફ આવી રહી છે. 13 જેટલી ટ્રેનોને અલગ અલગ સ્ટેશનો સુધી ચલાવવામાં આવી છે.અમદાવાદ શહેરના વાતાવરણની આગાહીને જોતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જેમાં મુસાફરોને જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ શહેરની વરસાદની આગાહીને જોતા ફ્લાઇટનું શિડ્યુલ ખોરવાઈ શકે છે. આથી ફ્લાઇટનો સમય એક વખત એરલાઇન્સ સાથે નક્કી કરીને જ એરપોર્ટ માટે નીકળવું અને જો ફ્લાઇટ સમયસર હોય તો થોડા સમય પહેલાં જ એરપોર્ટ આવી જવું. જેથી સરળતાથી ચેકિંગ થઈ શકે અને મુસાફરી સુખદ રહે.હાલ રાજ્યમાં ડિપ્રેશનનું નિર્માણ થયું છે જેના કારણે 3 દિવસ ભારે વરસાદ પડશે. જેને પગલે તમામ જિલ્લાના વહીવટી તંત્ર અને સંલગ્ન વિભાગના અધિકારીઓની રજા રદ કરવાની કલેકટરો સૂચના આપી દીધી છે. સમગ્ર રાજ્યમાં 90 ટકા વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સરેરાશ અઢી ઇંચ વરસાદ થયો છે. જન્માષ્ટમીએ મેઘરાજા ગુજરાતને વરસાદથી ધરવી દીધું છે. આમ હવે રાજ્યમાં 10 ટકા વરસાદની જ ઘટ રહી છે.

લોકોને સતર્ક રહેવા AMCની અપીલ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લોકોને સતર્ક રહેવાના કેટલાક નિર્દેશ આપવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અમદાવાદ નાગરિકોને અજાણી અને વધારે પાણી ભરેલી જગ્યા પર ન જવાની સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત રસ્તા પર સાચવીને વાહન ચલાવવાની હાકલ કરી હતી. આ સાથે ભારે વરસાદના કારણે રસ્તામાં ઝાડ પડ્યા હોય કે ગટરના ઢાંકણા ખુલ્લા હોય છે જેથી અકસ્માત પણ વધી જતાં હોય છે. એટલા માટે નાગરિકોને ભારે વરસાદમાં સાવચેત રહેવા માટે AMCએ અપીલ કરી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com