છેલ્લા બે દિવસમાં પડેલ ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી ફેઈલ ?વરસાદ બંધ થયા બાદ કલાકોમાં પાણી ઉતરી જવાના તંત્રના પોકળ દાવા : શહેઝાદખાન

Spread the love

કોંગ્રેસ દ્વારા વિકટ પરિસ્થિતિમાં નગરજનોને સહાયરૂપ થવા  ૭૭૭૯૦ ૭૪૭૧૯ નંબર કાર્યરત,કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ફુડ પેકેટ તથા અન્ય સામગ્રીનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેઝાદખાન પઠાણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં છેલ્લા બે દિવસ દરમ્યાન પડેલ ભારે વરસાદમાં  તમામ રોડ પર ટ્રાફિકજામ સર્જાયો હતો ઠેર ઠેર અમદાવાદના નગરજનોના ઘર તથા કોર્મશીયલ એકમો પાણીમાં ગરકાવ થવાને કારણે આપત્તીનો ભોગ બનેલ છે. તથા નિચાણવાળા નગરજનો અસરકારક રાહતની કામગીરી તાકીદે થઈ નહિ, જે તંત્ર તથા સત્તાધારી પક્ષની નિષ્ક્રિયતા અને વરસાદ બંધ થયા બાદ કલાકોમાં પાણી ઉતરી જશે તેવા દાવા પણ પોકળ સાબિત થયા છે.રાત્રીના ભારે વરસાદ પછી મ્યુ.કોર્પોની તમામ સિસ્ટમ તથા મશીનરી કેમ ફેઈલ થઈ ? રાત્રીના ભારે વરસાદ બાદના પાણી હજુ પણ કેમ નથી ઉતર્યા? સવારના સમયે વરસાદ બંધ થઇ બાદ પણ મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ કેમ? અન્ડર પાસમાં પાણી ઉલેચવા માટેના પંપો મુકવા છતાં અન્ડરપાસો કેમ બંધ કરવા પડયાં? સ્ટ્રોમ વોટર તથા ડ્રેનેજ લાઈનો કેમ પુરી ક્ષમતાથી કામ નથી કરતી? શું મ્યુ.કોર્પોના ડ્રેનેજ પંપીગ સ્ટેશનો પુરી ક્ષમતાથી કામ નથી કરતાં? સ્ટ્રોમ વોટર તથા ડ્રેનેજ લાઈનો કેમ તેની હયાતીની અસર નથી બતાવતી? વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂા. ખર્ચવા છતાં પરિણામ કેમ શુન્ય ? કંટ્રોલ રૂમ કાર્યરત હોવા છતાં પ્રજા હેરાન પરેશાન કેમ ? વરસાદ બંધ થયા બાદ કલાકોમાં પાણી ઉતરી જવાના પોકળ દાવા બાબતે શાસકો અને તંત્ર કેમ મુકપ્રેક્ષક બની રહેલ છે? આ બાબતે પ્રજા જવાબ માંગે છે ત્યારે સ્માર્ટ સિટીની વાતો કરતાં ભાજપના સત્તાધીશો તથા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સામે આવી પ્રજાને તેનો જવાબ આપે.

અમદાવાદમાં કેચપીટો તથા સ્ટોમ વોટર લાઈનોની સફાઈ તથા ડ્રેનેજ પંપીગ સ્ટેશનો તથા નવી સ્ટ્રોમ વોટર લાઈનો નાખવા પાછળ કરોડો રૂા.નો ખર્ચ કરેલ છે. તેમ છતાં શહેરના તમામ વિસ્તારોમાં ડ્રેનેજ બેક મારવાના તથા પાણી ભરાવવાના બનાવો યથાવત પામેલ છે જેને કારણે સમસ્યાઓ વધવા પામેલ છે. થોડા સમય પહેલાં ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે રૂા.૩૦૦૦ કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લીધેલ અને તે સમયે મોટા ઉપાડે ખોટા બણગાં ફૂંકીને પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદ શહેરમાં વોટર લોંગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે પરંતુ ભાજપની વહીવટી અણઆવડતતા અને ભરપુર ભષ્ટ્રાચાર થવાને કારણે અમદાવાદ શહેર તાજેતરના વરસાદમાં સ્વીમીંગ પુલ સમાન સીટી બનેલ છે. આ બાબતે અમદાવાદ શહેરમાં અતિભારે વરસાદને કારણે ઉભી થયેલ પરિસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો કોઈ પણ સહયોગ માટે તત્પર છે ત્યારે અતિવૃષ્ટિની વિકટ પરિસ્થિતિમાં નગરજનોને સહાયરૂપ થવા જો પ્રજાને સ્થાનિક સંર્પક શક્ય ના બને તો સહાયતા માટે કોંગ્રેસ દ્વારા કાર્યરત કરેલ ૭૭૭૯૦ ૭૪૭૧૯ નંબર પર સંર્પક કરી શકે છે. તાજેતરમાં ભારે વરસાદમાં પણ કોંગ્રેસ પક્ષના કાર્યકરો દ્વારા ફુડ પેકેટ તથા અન્ય સામગ્રીનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવેલ હતું જેની સામે મ્યુ.કોર્પો. તથા ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરના અસરગ્રસ્તોને મદદરૂપ થવા ફુડ પેકેટ કે અન્ય જીવનજરૂરી સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવેલ નથી  ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com