પાલડી ખાતેના મુખ્ય કંટ્રોલરૂમથી ઈન્ટરનેટ કનેકટીવીટી કરીને વેબ કેમેરા દ્વારા લીન્ક કરીને એક સાથે ONLINE ZOOM MEETING કરીને દરરોજ સમયાંતરે જુદા જુદા ઝોનની મોનસુન સંબંધિત માહિતી લેવાય છે
આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓના સ્ટાફ સતર્ક
અમદાવાદના વાસણા બેરજ ડેમના 19 દરવાજા ખોલવામાં આવ્યા ,વાસણા થી ધોળકા સુધીના તમામ ગામડાઓને એલર્ટ
અમદાવાદ
અમદાવાદમાં ગઈકાલથી ધોધમાર વરસાદ સહિત એકાંતરે વરસાદ ચાલુ રહ્યો છે. ચોમાસાની પરિસ્થિતને પહોંચી વળવા માટે એએમસી તંત્ર સુસજ્જ, ગઈકાલથી આજ બપોરના બે વાગ્યા સુધી અમદાવાદમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૩૧.૪૮ ઈંચ જેટલો નોંધાયો છે.તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૨:૦૦ કલાક સુધી અમદાવાદ શહેરમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૭૯૯.૭૦ મી.મી. ( ૩૧.૪૮ ઈંચ ) જેટલો નોંધાયેલ છે. ભારે વરસાદ દરમ્યાન જુદા જુદા વોર્ડમાં આવેલ વોટર લોગીંગ સ્પોટ ઉપર ઈજનેર ખાતાની જુદી જુદી ટીમો બનાવીને વરસાદી પાણીનો કેચપીટ, નીક, મશીનહોલ દ્વારા નિકાલ કરવામાં આવે છે તેમજ નીંચાણવાળા વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે વાહન માઉન્ટેડ હેવી ડી-વોટરીંગ પમ્પો (વરૂણ પમ્પો), વાહન/ટ્રેઈલર માઉન્ડેટ પમ્પો (મઝદા પમ્પો), ટ્રોલી માઉન્ડેટ પમ્પો ) ટ્રોલી પમ્પો ટેકનીકલી અનુભવી અને જાણકાર સ્ટાફ સાથે હાજર રાખવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે ડિપ્લોયડ કરીને વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઝોનલ કંટ્રોલ રૂમોને પાલડી ખાતેના મુખ્ય કંટ્રોલરૂમથી ઈન્ટરનેટ કનેકટીવીટી કરીને વેબ કેમેરા દ્વારા લીન્ક કરીને એક સાથે ONLINE ZOOM MEETING કરીને દરરોજ સમયાંતરે જુદા જુદા ઝોનની મોનસુન સંબંધિત માહિતી મેળવવામાં આવે છે.ચોમાસા દરમ્યાન વરસાદને કારણે ઈલેકટ્રીક શોર્ટ સર્કિટ તેમજ ઈલેકટ્રીક સંબંધિત ફરિયાદોનો તાત્કાલિક ધોરણે નિકાલ થઈ રહે તે માટે ટોરેન્ટ પાવર લી. કંપનીના જાણકાર અનુભવી સ્ટાફને તેમજ ભારે વરસાદનાં સંજોગોમાં વરસાદી પાણી ભરાય ત્યારે ટ્રાફિક ડાયવર્ઝન કરવા તથા જંકશનો ઉપર ઉપસ્થિત થતી ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસના સ્ટાફને પણ વાયરલેસ સીસ્ટમ સાથે અત્રેના મોનસુન મુખ્ય કંટ્રોલરૂમ ખાતે હાજર રાખવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ અને અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલ હવામાન આગાહી તેમજ હવામાન ચેતવણીને અનુલક્ષીને તેમજ અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓના સ્ટાફને સતર્ક રાખવામાં આવેલ છે.
આખા ગુજરાતમાં ભારે વરસાદને કારણે નર્મદા સરદાર સરોવર અને ગાંધીનગર ક્રાઈનું પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું.અમદાવાદમાં અને અમદાવાદના આજુબાજુમાં રહેતા લોકોને કોઈપણ જાતની હાલાકી ના પડે તેને લઈને અમદાવાદ વાસણા ડેમ દ્વારા 19 દરવાજા ખોલવામાં આવ્યા અને 21000 ક્યુ શેક પાણી છોડવામાં આવ્યું છે
વાસણા બેરેજ
તા.૨૭/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્યે વાસણા બેરેજનું લેવલ ૧૨૭.૫૦ ફુટ છે. NMCમાંથી ૧૧૬૦૫ ક્યુસેક અને સંત સરોવરમાંથી ૧૨૯૬૫ ક્યુસેક પાણીની આવક છે, નદીમાં ૨૧૧૭૧ ક્યુસેક પાણીની જાવક છે. કેનાલમાં પાણીની જાવક નથી. વાસણા બેરેજના ૧૯ દરવાજા (ગેટનં.૯,૧૦,૧૧,૧૨,૧૩,૧૪,૧૫,૧૬,૧૭,૧૮,૧૯,૨૦,૨૧,૨૨,૨૪ – ૩ ફુટ અને ગેટ નં.૨પ,૨૬,૨૭,૨૯ કરવામાં આવેલ છે. ૪ ફુટ ખુલ્લા
અન્ડરપાસની પરિસ્થિતિ
તા.૨૬/૦૮/૨૦૨૪ ના રોજ બપોરે ૩:૦૦ વાગ્યે ભારે તિવ્રતાથી સતત પડેલ વરસાદને કારણે અન્ડરપાસોમાં વરસાદી પાણી ભરાવાને કારણે અન્ડરપાસમાંથી અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોની સલામતી ખાતર તેમજ કોઈપણ પ્રકારનો આકસ્મિક બનાવ ન બને તે બાબત ધ્યાને લઈને નીચે મુજબના અન્ડરપાસ ફરીથી બંધ કરવામાં આવેલ.