મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

Spread the love

રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને પ્રવર્તમાન સ્થિતિને અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક જિલ્લાની જવાબદારી મંત્રીશ્રીઓને સોંપવામાં આવી છે.
આ કડીના ભાગરુપે અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનની તૈયારી અને વરસાદની પ્રવર્તમાન સમીક્ષા કરવાના હેતુથી, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મંત્રીશ્રીએ, અમરેલી જિલ્લાની વિવિધ કચેરીઓની, પ્રાંત અને તાલુકા કક્ષાએ કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ કહ્યુ કે, ‘રાજય સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓને ગંભીરતાથી લઈ કચેરીઓના પ્રત્યેક અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સતર્ક રહે. વરસાદલક્ષી વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવે તે મુજબ આગોતરુ આયોજન થાય. ખાસ કરીને જિલ્લામાં છેવાડાના વિસ્તારો સુધી પીવાના પાણીનો પુરવઠો, વીજ પુરવઠો, ગર્ભવતી મહિલાઓની આરોગ્યની કાળજી, દવાઓ અને રાશનનો જથ્થો પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે


જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોની વિશેષ કાળજી રાખવાની સૂચના આપતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના ટાપુ શિયાળબેટ, ચાંચ બંદર અને ચાંચ ગામમાં તમામ જરુરી સેવાઓ અને પુરવઠો ઉપલબ્ધ રહે તે અંગે કાળજી લેવામાં આવે. રાજય અને પંચાયત સિંચાઈ સહિતના વિભાગના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ જરુરી સંકલન રાખે, ડેમની સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કલેક્ટરશ્રી સહિતનાઓને અવગત કરે. માર્ગ મકાન રાજ્ય અને પંચાયત દ્વારા જરુરી સામગ્રી પહોંચાડવામાં સહાય કરવામાં આવે અને તેમને સોંપવામાં આવતી કામગીરીઓ બનતી ત્વરાએ કરવામાં આવે.
જિલ્લામાં જે ડેમ ઓવરફ્લો થયા છે તેમાં ખોડિયાર અને વડિયા સિંચાઈ યોજનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજુલા ખાતે ધાતરવડી સિંચાઈ યોજના ૮૫ ટકા જેટલો ભરાઈ ગયો છે. આ ડેમના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની આવશ્કતા હોય તો તે માટેના પગલાઓ ભરવામાં આવે અને તે સાથે જરુરી આયોજન થાય, નાગરિકોને ફૂડ પેકેટ, દવાઓના જથ્થા સહિતની સ્થિતિ અંગે મંત્રીશ્રીએ વિગતો મેળવી હતી.


વરસાદની સ્થિતિ સામાન્ય થયે રસ્તાના મરામતની કામગીરીના પ્રશ્નો આવે તે માટે આગોતરુ આયોજન કરવામાં આવે. રાજ્ય સરકારની સૂચનાને અનુસરી, માર્ગ મકાન પંચાયત અને રાજ્ય દ્વારા તાત્કાલિક ધોરણે તે કામ પૂર્ણ કરવા માટે ઘટતું કરવા મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
વીજ પુરવઠો યથાવત રહે અને જ્યાં ખોરવાય તે વિસ્તારોમાં ફોલ્ટની ફરિયાદો સાંભળવા માટે ટીમ કાર્યરત રહે તેની વિશેષ કાળજી રાખવા માટે મંત્રીશ્રીએ સૂચના આપી હતી.
અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ, ગ્રામ્ય-તાલુકા અને જિલ્લા મથકે કાર્યરત કંટ્રોલરુમ અને આપત્તિ વ્યવસ્થાપન ફરજ પરના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને એલર્ટ રહેવા સૂચના આપી હતી. કલેકટરશ્રીએ ઉમેર્યુ કે, જે માર્ગો પર વરસાદ બાદ કોઝ-વે પરથી પાણી પસાર થાય છે ત્યાં પોલીસ બંદોબસ્ત તેમજ બેરિકેટ કરી અને પરિવહન ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે.
બગસરા અને બાબરા તાલુકામાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ વરસી રહ્યો હોય જિલ્લા કલેક્ટરશ્રીએ આ લાઠી પ્રાંત અધિકારીશ્રી અને બગસરા પ્રાંત અધિકારીશ્રીને આ વિસ્તારોના નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર, પાણી ભરાવાની સ્થિતિમાં પમ્પીંગ તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થાનું આગોતરું આયોજન કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં સાંસદશ્રી ભરતભાઈ સુતરિયા, વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, બગસરા-ધારી-ખાંભા વિસ્તારના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયા, સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત રહી, વરસાદની સ્થિતિને અનુલક્ષીને તેમના વિસ્તારમાં ઘટતું થઇ શકે તે માટે વિવિધ કચેરીઓને તાત્કાલિક તેમની કામગીરી પૂર્ણ કરવા બાબતે જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ આ સૂચનોનો ત્વરાએ અમલ થાય તેવી સૂચના આપી હતી.
અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ, અમરેલી જિલ્લાની વરસાદની આંકડાકીય સ્થિતિ તેમજ જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓ અંગેની વિગતો આપી સમગ્ર બેઠકનો દોરીસંચાર કર્યો હતો.
બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિલીપસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રના મામલતદારશ્રીએ જિલ્લાની વરસાદની સ્થિતિનો સમગ્રતયા અહેવાલ પ્રસ્તુત કર્યો હતો.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરિમલ પંડ્યા, મદદનીશ પોલીસ અધિકારી શ્રી વલય વૈદ્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી અમરેલી, વડીયા-કુંકાવાવ, લાઠી-બાબરા, બગસરા, ધારી, સાવરકુંડલા-લીલીયા અને રાજુલા-જાફરાબાદ પ્રાંત અધિકારીશ્રીઓ, તાલુકા મામલતદારશ્રીઓ, આપત્તિ વ્યવસ્થાપન સાથે સંકળાયેલા ફરજ પરના વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com