ભારત અને પાકિસ્તાનના લોકો વચ્ચે લગ્ન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આ લગ્નો સાથે કોઇના કોઇ અનોખો મુદ્દો પણ જોડાયેલો રહે છે. જેમાં ધર્મ, ઉંમર, વ્યવસાય, બેમેળ પ્રેમ વગેરે જેવી ઘણી વિશેષ બાબતોનો સમાવેશ થાય છે. આ દિવસોમાં આવા જ એક કપલના લગ્ન અને હનીમૂન સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
આ લગ્ન માત્ર બંનેના દેશો વચ્ચેના સંબંધોને કારણે જ નહીં, પરંતુ લવ બર્ડ્સ વચ્ચેની ઉંમરના મોટા અંતરને કારણે પણ ચર્ચામાં છે. ભારતના મુંબઈની યુવતી તારા ઢિલ્લોં અને પાકિસ્તાનના એક વૃદ્ધ બિઝનેસમેન સલીમ ગૌરીના લગ્ન બાદ તેમના હનીમુનનો વીડિયો ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોને જોઈને યુઝર્સ કહી રહ્યા છે કે પૈસા હોય તો શું ન થઈ શકે.
મોટાભાગના લોકો મુંબઈની હસીના તારાના 55 વર્ષના પાકિસ્તાની સલીમ સાથેના પ્રેમને બિઝનેસ સંબંધ તરીકે જોઈ રહ્યા છે. ત્યાં કેટલાક લોકો કપલ દ્વારા શેર કરવામાં આવેલા હનીમૂનના વાયરલ વીડિયોને પબ્લિસિટી સ્ટંટ ગણાવી રહ્યા છે. હકીકતમાં, લગ્ન પછી કપલે પોતે જ તેમના હનીમૂનનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દેખાતા કપલની હાઈ લાઈફસ્ટાઈલ લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે.
https://www.instagram.com/reel/CxDLfj0sjPe/?igsh=NHowcm4zYTNra243
મુંબઈની તારા એક ઈન્ટરનેશનલ માર્કેટિંગ કંપની સાથે સંકળાયેલી છે, જ્યારે પાકિસ્તાની સલીમ ગૌરી આઈટી ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. તે નેટ સોલ ટેકનોલોજી કંપનીના સ્થાપક અને સીઈઓ છે. તેમનો બિઝનેસ આખી દુનિયામાં ફેલાયેલો છે. આ કપલ સરહદ પાર કરવાને કારણે અને તેમની ઉંમરના મોટા તફાવતને કારણે ખૂબ ટ્રોલ થઈ રહ્યું છે.