રાજ્યમાં બે દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે, ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદથી માર્ગો ધોવાયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતા અહેવાલ પ્રમાણે રાજકોટથી અમદાવાદ હાઇવે પર જતા મુસાફરોએ સર્તક રહેવાની જરૂર છે.કારણ કે રાજકોટ અમદાવાદ હાઈવે નજીક મોટી દુર્ઘટના ટળી છે.પુલ પર મસમોટા ખાડાનાં કારણે અંદાજે 20 જેટલી કારમાં ટાયરો ફાટવાના બનાવો બન્યા છે.
જોકે સવાલ અહીં એ છે કે ગોધરાને કારણે જો કોઈ મોટી જાનહાની સર્જાઈ હોય તો તેના માટે જવાબદાર કોણ હોત ?રાજકોટના કારચાલકો દ્વારા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો . સિક્સલેનનું કામ પૂર્ણ નથી થયું ત્યાં હાઈવે પર બનેલા બ્રિજને ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે.