ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના નગરિકોને શુધ્ધ સલામાત અને ગુણવત્તાયુકત ખોરાક મળી રહે તે માટે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ સેફ્ટી શાખા સતત કાર્યરત છે. જે અન્વયે અત્રેની કચેરીનાં ફુડ સેફ્ટી ઓફિસરોશ્રી દ્વારા ખેતલાઆપા ટી સ્ટોલ અને જોકર ગાંઠીયા સરગાસણ ગાંધીનગર ની તા.૦૬/૦૮/૨૦૨૪ ના રોજ તપાસ કરતાં સ્ટોલના કિચનમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાંડર્ડ એક્ટ કાયદાના અન્વયે શિડ્યુલ-૪ મુજબ પેસ્ટ કંટ્રોલ તથા હાઈજીન જોવા ન મળતા નિયમોનું ઉલંઘન તપાસમાં ધ્યાને આવતા ગાંધીનગર મહાનગરપાલિકાના ડેઝીગ્નેટેડ ઓફીસર દ્વારા ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવેલ. તેનું પાલન કરવામાં પેઢી નિષ્ફળ જતાં તારીખ ૨૮/૦૮/૨૦૨૪ ના રોજ ફુડ સેફ્ટી વિભાગ દ્વારા જાહેર જનતાના આરોગ્યના હિતમાં સુંદર ખેતલાઆપા ટી સ્ટોલ અને જોકર ગાંઠીયા સરગાસણ નું લાયસન્સ સસ્પેન્ડ કરી ધંધો બંધ કરવાં જણાવેલ છે.