સંભવિત ભારે વરસાદની આગાહીના લઈને ભાવનગર ખાતે પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

Spread the love

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના લઈને સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રીશ્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાનાં અધ્યક્ષસ્થાને ભાવનગર કલેકટર કચેરીના આયોજન હોલ ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં કલેકટર શ્રી આર. કે. મહેતાએ જિલ્લામાં પડેલ વરસાદ અંગેની માહિતી આપતા જણાવ્યું કે, કંટ્રોલરૂમ, માનવ મૃત્યુ, પશુમૃત્યુ, ડેમની સ્થિતિ, પાણી પુરવઠા યોજના, પીજીવીસીએલની કામગીરી સહિત એનડીઆરએફની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લેવામાં આવી છે. જિલ્લામાં એન્ટી એપેડેમીક દવાની સ્થિતિ, પાણીજન્ય રોગ નિયંત્રણ અંગેની સ્થિતિ અંગે મંત્રીશ્રીને તેમણે માહિતગાર કર્યા હતા.

અધિકારીશ્રીઓ પાસેથી જિલ્લાની વિગતવાર માહિતી મેળવ્યા બાદ મંત્રીશ્રીએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જિલ્લામાં સારી પ્રિ-મોન્સુન કામગીરી થઈ હોવાને લીધે તેમજ વરસાદની ઓછી અસર હોઈ ભાવનગર જિલ્લો પ્રભાવિત થયો નથી. આ ઉપરાંત આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

ભાવનગરની કલેક્ટર કચેરીમાં આયોજન ખંડમાં યોજાયેલી આ બેઠકમાં મેયર શ્રી ભરતભાઈ બારડ,  ધારાસભ્યશ્રી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી રાજૂભાઈ રાબડીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી.એચ. સોલંકી, મ્યુનિસિપલ કમિશનરશ્રી સુજીત કુમાર, રિજિયોનલ કમિશનરશ્રી ડી. એમ. સોલંકી, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, નાયબ વન સંરક્ષકશ્રી સાદીક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટરશ્રી એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જયશ્રી બેન જરુ,આગેવાનશ્રી અભયસિંહ ચૌહાણ, પ્રાંત અધિકારીશ્રીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com