ચોમાસામાં પ્રિ મોન્સુન કામગીરી માત્ર કાગળનો વાઘ બની ને રહી ગઇ : કોંગ્રેસ પ્રવક્તા ડો. અમિત નાયક

Spread the love

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. અમિત નાયક

કોંગ્રેસ દ્વારા આજે બપોરે ૪:૩૦ કલાકે  ઉત્તર ઝોનનાં ડેપ્યુટી  મ્યુનિસપલ કમિશ્નરને ચોમાસા દરમિયાન કોર્પોરેશનની નબળી કામગીરી અને વિસ્તારમાં પડેલ હાલાકી સંદર્ભે આવેદન પત્ર આપવામાં આવ્યું

અમદાવાદ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો. અમિત નાયકે જણાવ્યું હતું કે AMC દ્વારા દર વર્ષે હજારો કરોડો રૂપિયાનું બજેટ અમદાવાદ શહેર નાં નાગરિકો ની સુવિધા માટે વાપરવામાં આવે છે પણ AMCનાં  અધિકારીઓનાં અણધડ આયોજન અને આળસ નાં પરીણામે માત્ર 4 થી 5 ઈંચ વરસાદ માં ઉતર ઝોન નાં સરસપુર, રખિયાલ, બાપુનગર, સૈજપુર જેવાં વિસ્તારો બેટ માં ફેરવાઈ ગયાં અને ગરીબ મધ્યમ વર્ગ નાં વિસ્તાર નાં રહીશો નાં ઘરો માં ઘૂંટણ સુધી નાં પાણી ભરાઈ જતાં મોટા પ્રમાણ માં ઘરવખરી અને સાધનો ને નુકશાન થયેલ છૅ જેનાં માટે એક્માત્ર કુંભકર્ણ નિંદ્રા માં સૂતેલ તંત્ર જવાબદાર છૅ. ઉપરોકત નુકશાની માટે જવાબદાર ઇજનેર અને હેલ્થ વિભાગ નાં અધિકારીઓ નાં પગાર કાપ કરી વળતર ચૂકવવા માટેનાં ઐતહાસિક ખાતાકીય પગલાં લેવાય તે જરૂરી છે. કોંગ્રેસ દ્વારા આજે બપોરે ૪:૩૦ કલાકે રાજીવ ગાંધી ભવન, ઉત્તર ઝોનનાં ડેપ્યુટી  મ્યુનિસ કમિશ્નરને ચોમાસા દરમિયાન કોર્પોરેશનની નબળી કામગીરી અને વિસ્તાર માં પડેલ હાલાકી સંદર્ભે આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. શાસક પક્ષના ધારાસભ્યની વિસ્તારમાં પાણી ભરાવવા અંગે કોર્પોરેશનમાં રજૂઆત કરવા છતાં પણ કામ ન થાય અને તેમને સોરી કહેવું પડે તો એ ગણિત શરમજનક બાબત કહેવાય પરંતુ અમે તો વિપક્ષ છીએ અમે તો અવાજ ઉઠાવીશું અને પ્રજાને પડતી હાલાકી દૂર કરવા તત્પર રહીશું તેવું અમિત નાયકે જણાવ્યું હતું.

વિપક્ષ તરીકે તાકીદે કરવાનાં કામોની યાદી દિન ૭ માં હલ કરવામાં આવે તેવી અમારી માંગ છે .

સરસપુર રખિયાલ નાં રકાબી વિસ્તાર ને ચોમાસા નાં ભરાતાં પાણી થી છુટકારો અપાવવા તાત્કાલીક નવી ટેકનોલોજી સાથે નું પમ્પિંગ સ્ટેશન કાર્યરત કરવું.

બાપુનગર ૧૩૭ નાં બસ સ્ટેન્ડ પાસે નાં નીચાણ વાળા વિસ્તાર નાં વરસાદી પાણી ને તાત્કાલીક અસર થી લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ માં ડાયવર્ટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

૧૩૭ છેલ્લાં બસ સ્ટેન્ડ નાં રિઝર્વ પ્લોટ માં પડેલ કચરો અને મલબો તાત્કાલીક નિકાલ કરી પેવર બ્લોક કે RCC તળિયું નાખી મોટો ગેટ નાખવામાં આવે જેથી સ્વચ્છતા અને સુરક્ષા જળવાય રહે.

ઉત્તર ઝોન માં આવેલ AMC સંચાલિત મ્યુનિ સ્કૂલો અને લાયબ્રેરી કે જેનું નિર્માણ ગોકડગતી થી થઇ.

હેલ્થ વિભાગ દ્વારા ચોમાસા માં વરસાદી પાણી ઉતર્યા બાદ યોગ્ય સાફસફાઈ થાય તે માટે સવાર સાંજ બન્ને સમય પર યોગ્ય નિરીક્ષણ થાય અને રોગચાળા માં સપડાયેલા નાગરિકો ને ઘરે ઘરે સર્વે કરી મેડીકલ સારવાર પૂરી પાડવામાં આવે.

જે નીચાણ વાળા વિસ્તારો માં વરસાદી પાણી ભરાયાં છૅ ત્યાં પાણી નાં ઉતરે ત્યાં સુધી બંને ટંક નું ભોજન અને શુદ્ધ પાણી ની સેવા AMC નાં કમૅચારીઓ દ્વારા પૂરી કરવમાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com