અરવલ્લીના મોડાસમાં આવેલી મામલતદાર કચેરીમાં સર્કલ ઓફીસર રૂપિયા 15 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા હતા,આ લાંચ લેવામાં એક નિવૃત તલાટી મહેશ ભાટીયાની પણ ધરપકડ કરાઈ છે.ઈધારામાં જમીનમાં નોંધ પડાવવા માટે લાંચ માંગી હતી,તો ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હતા અને તેમણે એસીબીનો સંપર્ક કર્યો તો,એસીબીએ છટકુ ગોઠવીને સમગ્ર ઓપરેશ પાર પાડયું હતુ.
ગુજરાતમાં લાંચિયા અધિકારીની કમી નથી,ત્યારે વધુ એક અધિકારી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે.સર્કલ ઓફીસ જયરાજસિંહ વાઘેલા દ્રારા લાંચ માંગવામાં આવી હતી જે લાંચની રકમ એક નિવૃત તલાટી દ્રારા સ્વીકારવામાં આવી હતી,ઈધારામાં જમીનને લઈ નોંધણી કરાવાને લઈ આ લાંચ માંગવામાં આવી હતી,સમગ્ર ઘટનાને લઈ એસીબી દ્રારા બન્નેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં અધિકારીઓ લાંચ લઈ મોટા ફાર્મ હાઉસ,સોના અને વિવિધ મિલકતોમાં રોકાણ કરતા હોય છે,ગુજરાતમાં સાગઠિયા જેવા ઘણા અધિકારીઓ એવા હશે કે જેની પાસે અઢળક મિલકતો હતો, આવા અધિકારીઓ સામે આવક કરતાં વધુ સંપત્તિનો કેસ દાખલ થયા પછી મિલકતો જપ્ત કરવા કોર્ટ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.કેસ દાખલ થયા પછી સરકાર અપ્રમાણસરની મિલકતો જપ્ત કરી શકશે. આ ઉપરાંત જામીન માટે પણ આકરા નિયમો ઘડવામાં આવી શકે છે.ઘણા કિસ્સાઓ એવા પણ બન્યા છે જેમાં અધિકારીઓને જેલ થયા પછી જામીન મળી જતા હોય છે,ઘણા અધિકારીઓ એવા પણ છે કે જેઓ બીજાના નામે સંપતિ લેતા હોય છે ત્યારે આવા અધિકારીઓએ પણ સચેત થવું જરૂરી છે,ગુજરાતમાં ઘણા અધિકારીઓ એવા છે કે જે સામન્ય નાગરિક પાસે પણ લાંચ લેવામાં અટકાતા નથી,તો ઘણા અધિકારીઓ એવા છે કે જે સરકાર પગાર આપે તેમાં જ તેમનું ગુજરાન ચલાવતા હોય છે.
ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.