લાગણીશીલ અપહરણકર્તા : 14 મહિના સુધી અપહરણકર્તા સાથે રહેલું બાળક માતા પિતા પાસે જવા તૈયાર નથી

Spread the love

રાજસ્થાનના જયપુરથી એક અનોખો અને લાગણીશીલ કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં અહીં 14 મહિના પહેલા અપહરણ કરાયેલા બાળકને કિડનેપર સાથે એટલો લગાવ થઈ ગયો કે, જ્યારે પોલીસ તેને તેના પરિવારને મળવા લઈ જવા લાગી તો બાળક અપહરણકર્તાને છોડવા તૈયાર ન હતો. બાળકે અપહરણકર્તાને ગળે લગાડ્યો અને રડવા લાગ્યો. બાળકીને રડતી જોઈને અપહરણકર્તાની પણ આંખમાં આંસુ આવી ગયા હતા.

આ તરફ હવે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં પોલીસ બાળકને લઈ જવાનો પ્રયાસ કરી રહી છે અને બાળક અપહરણકર્તાને વળગીને જોર જોરથી રડતો જોવા મળે છે. આ પછી આરોપી પણ રડવા લાગ્યો હતો. પોલીસે બળજબરીથી બાળકને આરોપીમાંથી છોડાવ્યો અને તેની માતા પાસે લઈ ગઈ પરંતુ બાળક રડતો રહ્યો. માતા પાસે ગયા પછી પણ તે શાંત ન થયો.

પ્રાથમિક વિગતો મુજબ બાળક લગભગ 14 મહિના સુધી અપહરણકર્તા સાથે હતો. પરંતુ અપહરણકર્તાએ તેને નુકસાન પહોંચાડવાને બદલે બાળકની ખૂબ કાળજી લીધી. તેને રમકડાં અને કપડાં પણ લાવી આપ્યા. આ કારણે બાળક અપહરણકર્તા સાથે એટલો અટેચ થઈ ગયો હતો કે તે તેને છોડવા તૈયાર નહોતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આરોપીની ઓળખ તનુજ ચાહર તરીકે થઈ છે અને તે ઉત્તર પ્રદેશનો હેડ કોન્સ્ટેબલ હોવાનું કહેવાય છે. પોલીસે તેની અલીગઢથી ધરપકડ કરી હતી.

4 જૂન 2023ના રોજ 11 મહિનાના એક બાળકનું અપહરણ આરોપીએ કર્યું હતું. બાળકની ઓળખ કુક્કુ ઉર્ફે પૃથ્વી તરીકે થઈ છે. આરોપી તનુજે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને પૃથ્વીનું અપહરણ કર્યું હતું. આ પછી પોલીસે તેને પકડવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટ અનુસાર પોલીસે તેના પર ઈનામ પણ રાખ્યું હતું પરંતુ કંઈ મળ્યું ન હતું. બાળક 14 મહિના સુધી અપહરણકર્તા પાસે રહ્યો. આ પછી પોલીસને ઇનપુટ મળ્યું કે, અપહરણકર્તાએ પોતાનો દેખાવ બદલી નાખ્યો હતો. તેણે દાઢી વધારી છે અને સંત બન્યા છે અને મથુરા-વૃંદાવનના પરિક્રમા માર્ગ પર એક ઝૂંપડીમાં રહે છે. બાળક પણ તેની સાથે હતો જેને તે સંત તરીકે ફરતો હતો.

આ તરફ ચોક્કસ બાતમીને આધારે પોલીસ વેશપલટો કરીને આરોપીના ઝૂંપડા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ પોલીસના આગમનની તેને પહેલા જ ખબર પડી ગઈ હતી જેના કારણે તે બાળકને ખોળામાં લઈને ખેતરમાં ભાગી ગયો હતો. પોલીસે તેનો પીછો કર્યો અને 27 ઓગસ્ટે તેને બાળક સાથે પકડી પાડ્યો. મળતી માહિતી મુજબ પોલીસ આરોપીને જયપુર લાવી હતી. બાળકના માતા-પિતાને આ વાતની જાણ થતાં તેઓ પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ પછી,જ્યારે પોલીસે બાળકને માતાને સોંપવાનો પ્રયાસ કર્યો ત્યારે બાળક અપહરણકર્તાને છોડવા તૈયાર ન હતો. તેણે તેને ગળે લગાડ્યો અને જોરથી રડવા લાગ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com