બજારમાં એવા ઘણા મેંગો જ્યુસ ઉપલબ્ધ છે, જે બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી દરેકને પીવાનું પસંદ હોય છે. ઉનાળામાં કેરીનો રસ ખૂબ જ પ્રખ્યાત પીણું બની જાય છે. પરંતુ શું તે જાણો છો કે આ મેંગો જ્યુસ કેવી રીતે બને છે? હાલમાં જ ફેક્ટરીમાં બનતા મેંગો જ્યુસનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં બજારમાં મળતા આ કેરીના રસની સમગ્ર પ્રક્રિયા બતાવવામાં આવી છે.
https://www.instagram.com/reel/C7bNyMHSbpH/?igsh=MWoxZzZ2aDRmNHlzcg==
એકવાર આ પ્રક્રિયા જોઈને કોઈપણ વ્યક્તિ દંગ રહી જશે અને જ્યુસને પીવાનું મન પણ નહીં થાય કારણ કે તેને બનાવવાની રીત એકદમ વિચિત્ર છે અને તેમાં કેરીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો નથી!
તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર કેરીનો રસ કેવી રીતે બને તેનો ફેક્ટરીનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે, જેમાં ફેક્ટરીની અંદર કેરીનું જ્યુસ બનાવવામાં આવી રહ્યું છે. તેને બનાવવાની પ્રક્રિયા મુશ્કેલ છે, પરંતુ પદ્ધતિ અણગમતી છે, જેમાં સ્વચ્છતાનું ખાસ કોઈ ધ્યાન રાખવામાં આવતું નથી. બધાએ વિચાર્યું હોય કે બજારમાં ઉપલબ્ધ મેંગો જ્યુસ કેરીના રસથી ભરપૂર હશે. પરંતુ એવું નથી, આ વીડિયો જોઈને સમજાશે કે તે કેવી રીતે બને છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મોટા મશીનમાં વિવિધ પ્રકારના પદાર્થો પાણીમાં નાખવામાં આવી રહ્યા છે અને લાલ રંગ ઉમેરવામાં આવી રહ્યો છે જેના કારણે સમગ્ર સોલ્યુશન પણ લાલ થઈ જાય છે. તે પછી તેમાં સફેદ રંગનો પદાર્થ નાખવામાં આવે છે. આ પદાર્થો શું છે તે જાણી શકાયું નથી. પરંતુ તેને આમ-તેમ ઢોળવામાં આવી રહ્યું છે, સ્વચ્છતા વગર જ બનાવવામાં આવી રહ્યું છે, જે ખૂબ જ આશ્ચર્યજનક છે. ચોંકાવનારીની વાત એ છે કે, જ્યુસમાં કેરીનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી, બલ્કે કેરી જેવો સ્વાદ અલગથી બનાવવામાં આવી રહ્યો છે. આ પછી, પેકેજીંગ મશીન માંથી મેંગો જ્યુસના ટેટ્રા પેક નીકળતા જોવા મળે છે જેમાં રસ ભરવામાં આવી રહ્યો છે. પછી તેને એક બોક્સમાં મૂકીને પેક કરવામાં આવી રહ્યું છે.
આ વીડિયોને 55 લાખ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે, “કેરી સિવાય બધું જ જ્યુસમાં છે.” તો અન્ય એકે કહ્યું કે, “આવી બ્રાન્ડ ક્યારેય અમેરિકા નહીં પહોંચે.” જ્યારે બીજાએ કહ્યું કે, “બ્રાન્ડનું નામ યોગ્ય રીતે જણાવવું જોઈએ, જેથી તે ક્યારેય આ જ્યૂસ ન પીવે.“