શિક્ષણમંત્રીની 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો,હકીકતમાં શિક્ષકોની બદલીની વ્યવસ્થાને ભરતીનું નામ આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે વિશ્વાસઘાત ? : કૉંગ્રેસ પ્રવક્તા ડૉ.મનીષ દોશી

Spread the love

૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી,૩૮ હજાર વર્ગખંડોની મોટાપાયે ઘટ,૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓમાં માત્ર એક શિક્ષક, ૩૪૧ શાળાઓમાં માત્ર એક જ ઓરડો, ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ ભણવા માટે મજબુર, ૩૩૫૩ સ્કુલોમાં ૧૦,૬૯૮ ઓરડાઓ જર્જરિત,શું આ રીતે ભણશે ગુજરાત ?

 

અમદાવાદ

ભાજપ સરકારના નિર્ણય પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ આક્ષેપ કરતા  જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ મંત્રી 4000 શિક્ષક ભરતીના નામે જાહેરાતો કરે છે હકીકતમાં શિક્ષકોની બદલી માટેની સમગ્ર વ્યવસ્થાને ભરતીનું નામ ફરી એક વાર આપી રાજ્યના હજારો શિક્ષિત યુવાન યુવતીઓ સાથે ભાજપ સરકાર વિશ્વાસઘાત કરી રહી છે.રાજ્યમાં ૩૨૦૦૦ કરતા વધુ શિક્ષકોની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. બીજીતરફ, ટેટ-ટાટ પાસ થયેલ ૫૦,૦૦૦ હજાર જેટલા ગુજરાતના યુવાન-યુવતીઓ કાયમી ભરતીના સ્વપ્ન જોઈ રહ્યા છે.કરોડો રૂપિયાની જાહેરાતોથી ગુલાબી પિક્ચર રજુ કરનાર ભાજપા શાસકોના લીધે શિક્ષણની વધુને વધુ અવદશા થઇ રહી છે,શું આ રીતે ભણશે ગુજરાત ? શિક્ષકોની બદલીને નવી શિક્ષકોની ભરતીનું નામ આપી ભાજપ સરકાર ગુજરાતના યુવાન સાથે છેતરપિંડી કરી રહી છે ગુજરાતની રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમીક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને સુનિયોજિત રીતે મર્જના નામે બંધ કરવાનું ભાજપ સરકાર ષડયંત્ર કરી રહી છે.શાળાઓને તાળા મારનું પાપ ભાજપ સરકારે કર્યું છે. જેના લીધે સૌથી વધુ પ્રભાર્વિત આદિવાસી સમાજના બાળકો થશે. સારું શિક્ષણ મેળવની ઉમદા જીવન બનવાવનું સ્વપ્ન ભાજપે રોળી નાખ્યું છે. ભાજપ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કાયમી શિક્ષકોની નિમણુંક નથી કરતી અને ગેરબંધારણીય – ગેરકાયદેસર કરાર આધારિત, ગુજરાતના યુવાનોનું આર્થિક શોષણ કરતી ‘જ્ઞાન સહાયક યોજના’ દ્વારા ગુજરાતના હજારો ટેટ-ટાટ પાસ શિક્ષિત યુવાનોનું આર્થિક શોષણ કરી રહી છે. રાજ્યની ભાજપ સરકાર ૩૮૦૦૦ સરકારી શાળાઓમાંથી ૫૬૧૨ સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ / બંધ કરવાનું પાપ કરી રહી છે. ભાજપ સરકારમાં ૩૨ હજાર શિક્ષકોની લાંબા સમયથી જગ્યાઓ ખાલી છે. ૩૮ હજાર વર્ગખંડોની મોટા પાયે ઘટ છે. ગ્રાન્ટેડ પ્રાથમીક – માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ઓછી ફીના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરતા હોય છે. તેમને શિક્ષકો વિના અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે જે ઘણી જ ગંભીર બાબત છે. કચ્છ, અમદાવાદ, રાજકોટ, બનાસકાંઠા, તાપી, મહીસાગર અને દેવભૂમિ દ્વારકા મોખરે છે. પૂર્વ પટ્ટી, આદિવાસી વિસ્તારમાં ૩૫૩ શાળા માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે.

ગુજરાતના ૩૩ જીલ્લાની ૧૬૫૭ સરકારી શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલી રહી છે. ૩૪૧ શાળાઓ એવી છે જે માત્ર એક જ ઓરડામાં ચાલે છે. ૧૪,૬૫૨ શાળા એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓને ભણવા માટે મજબુર થવું પડે છે, શું આ રીતે ભણશે ગુજરાત ? ગુજરાતભરની ૩૩૫૩ સ્કુલોમાં ૧૦,૬૯૮ ઓરડાઓ જર્જરિત છે. ગુજરાત રાજ્યની ૩૧ ટકા સરકારી સ્કુલોમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. શિક્ષકોની બદલીને નવી શિક્ષકોની ભરતીનું નામ આપી ભાજપ સરકાર ગુજરાતના યુવાન સાથે છેતરપિંડી કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com