*કામરેજ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને એક સપ્તાહમાં યુદ્ધના ધોરણે પૂરવાની સૂચના આપતા શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા*
——–
*શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના વિવિધ વિભાગીય અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી*
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કામરેજ પ્રાંત કચેરી ખાતે તાલુકાના વિવિધ વિભાગીય અધિકારી-કર્મચારીઓ સાથે બેઠક યોજી રોડ-રસ્તા, પાણી, સિંચાઈ, વીજળીને લગતી લોકસમસ્યાઓને ઝડપભેર ઉકેલવા સંબંધિત અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. મંત્રીશ્રીએ લોકોની પ્રાથમિક સમસ્યાઓ તાત્કાલિક ધોરણે ઉકેલવાની અધિકારીઓને તાકીદ કરી હતી.
મંત્રીશ્રીએ કામરેજ વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં વરસાદના કારણે રોડ પર પડેલા ખાડાઓને યુદ્ધના ધોરણે પૂરવા, રસ્તા રિપેરિંગ કરવા તાકીદ કરી વાહનચાલકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે રસ્તાઓને ઝડપભેર મરામત કરવાના કાર્યને અગ્રતાક્રમ આપવા જણાવ્યું હતું.
શિક્ષણમંત્રી લોકોના પ્રશ્નો-સમસ્યાઓને વાચા આપવી એ આપણી ફરજ છે, ત્યારે સંવેદનશીલ અભિગમ રાખી પ્રજાના પ્રશ્નોને ઝડપભેર નિવારવા જણાવ્યું હતું. રાખી શેરડી પકવતા ખેડૂતોની સિંચાઈની મુશ્કેલી નિવારવા સેવણી ડિવીઝનમાં વિજ પૂરવઠો આગામી ૨૪ કલાકમાં પૂર્વવત કરવા DGVCLના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી.