“ઓગસ્ટ-૨૦૨૪માં રાજ્ય કર વિભાગની આવકમાં ઓગસ્ટ-૨૦૨૩ સામે ૧,૫૨૦ કરોડનો વધારો”

Spread the love

 

અમદાવાદ

ઓગસ્ટ-૨૦૨૪ માં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી ₹ ૯,૩૯૦ કરોડની આવક થયેલ છે, જે ઓગસ્ટ-૨૦૨૩ કરતાં ૧૯% વધુ છે.રાજ્યને જીએસટી હેઠળ ઓગસ્ટ-૨૦૨૪ માં ₹ ૫,૭૧૪ કરોડની આવક થયેલ છે જે ઓગસ્ટ-૨૦૨૩ માં થયેલ આવક કરતાં ૧૬% વધુ છે.રાજ્યને ઓગસ્ટ-૨૦૨૪ માં વેટ હેઠળ ‹ ૨,૭૩૧ કરોડ, વિધ્યુત શુલ્ક હેઠળ ₹ ૯૨૬ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ ₹૨૧ કરોડ ની આવક થયેલ છે.નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના પ્રથમ પાંચ માસમાં રાજ્ય કર વિભાગને જીએસટી, વેટ, વિધ્યુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી ₹૪૮,૭૪૪ કરોડની આવક થયેલ છે જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતાં ૧૫% વધુ છે.

GST રજીસ્ટ્રેશનમાં નંબર મેળવતા સમયે બેંક એકાઉન્ટની વિગત દર્શાવવાની બાકી રહી ગયેલ હોય તેવા કરદાતાઓ બેંક એકાઉન્ટની વિગત અપડેટ નહી કરે ત્યાં સુધી આગામી GSTR-1 ભરી શકશે નહી. આ બાબતે GSTN દ્વારા સીસ્ટમમાં તા. ૦૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી સુધારો કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com