મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી મેટ્રો ટ્રેન દોડતી થઇ જશે. આગામી 16-17 સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેમના દ્વારા આ રૂૂટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16-17 સપ્ટેમ્બરના ગુજરાત પ્રવાસમાં રૂૂટનો પ્રારંભ કરાવી શકે છે. આ સિવાય વડાપ્રધાનના અન્ય કાર્યક્રમો પણ નક્કી કરવામાં આવી રહ્યાં છે.
ગત મહિનાના પ્રથમ સપ્તાહમાં જ કમિશ્નર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (સીએમઆરએસ) દ્વારા આ રૂૂટનું ઈન્સ્પેક્શન હાથ ધરાયું હતું. 15 ઓગસ્ટની આસપાસ જ આ રૂૂટનો પ્રારંભ થઇ શકે તેવી સંભાવના હતી. પરંતુ હવે વડાપ્રધાનના હસ્તે આ રૂૂટનું ઉદ્ઘાટન થશે.
અલબત્ત, આ અંગે જીએમઆરસી દ્વારા હજુ કોઇ સત્તાવાર જાહેરાત કરાઇ નથી. પ્રાપ્ત વિગતો અનુસાર મહાત્મા મંદિરથી ગિફ્ટ સિટી વચ્ચેની મેટ્રો ટ્રેનની કામગીરી હજુ જારી છે અને તે રૂૂટ આ વર્ષના અંત સુધીમાં શરૂૂ થવાની સંભાવના હાલ નહિવત્ છે.
મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગરના સેક્ટર-1 (ઈન્દ્રોડા સર્કલ)ના ફેઝ-2ની ટ્રાયલ ફેબુ્રઆરીમાં જ પૂરી કરી દેવાઇ હતી. જેના માટે નર્મદા કેનાલ ઉપર 300 મીટરના કેબલ બ્રિજનું પણ નિર્માણ કરાયું છે.
ફેઝ-2માં કુલ 28.24 કિલોમીટરનો રૂૂટ છે. જેમાં 22.84 કિલોમીટર મોટેરાથી મહાત્મા મંદિર કોરિડોર, 5.42 કિલોમીટર મંદિર-જીએનએલયુ-ગિફ્ટ સિટી કોરિડોરનો સમાવેશ થાય છે. મોટેરાથી મહાત્મા મંદિર વચ્ચે કુલ 20 જ્યારે અને જીએનએલયુ-ગિફ્ટ સિટીના બે સ્ટેશન હશે.
મોટેરાથી મહાત્મા મંદિર સુધીના રૂટમાં કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, જૂનું કોબા, કોબા ગામ, જીએનએલયુ, પીડીપીયુ, ગિફ્ટ, રાયસણ, રાંદેસણ, ધોળા કુવા સર્કલ, ઈન્ફોસિટી, સેક્ટર-1, સેક્ટર-10એ, સચિવાલય, અક્ષરધામ, જૂનું સચિવાલય, સેક્ટર-16, સેક્ટર-24, મહાત્મા મંદિર સહિતના સ્ટેશનોનો સમાવેશ થાય છે.