અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ
ભાજપના અણધડ વહીવટને કારણે નવા એસ.ટી.પી પ્લાન્ટ બનાવવા તથા જુની ડ્રેનેજ લાઈને અપગ્રેડ કરવા લીધેલ વલ્ડ બેંકની ૩૦૦૦ કરોડની લોન તેમ છતાં અમદાવાદ જળબંબાકાર
અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝનમાં વરસાદમાં ઠેર ઠેર અમદાવાદના નગરજનો કુદરતી આપત્તીનો ભોગ ના બને, પાણી ના ભરાય ડ્રેનેજ બેક ના મારે, શહેર જળબંબાકાર ના થાય અને નગરજનોને કોઈ હાલાકીનો ભોગ ના બનવું પડે તે માટે ડીસેમ્બર-૨૦૨૨ માં ભાજપના સત્તાધીશો દ્વારા અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના કાયમી ઉકેલ બાબતે નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા તેમજ જુની ડેનેજ લાઈનનોનું અપગ્રેડેશન કરવા રૂા. ૩૦૦૦ કરોડની વર્લ્ડ બેંક પાસેથી લોન લેવાનું કામ મંજુર કરવામાં આવેલ અને તે સમયે ખોટા બણગાં ફૂંકીને પોકળ દાવા કરેલ કે, આ કામો થવાથી હવે અમદાવાદ શહેરમાં વોટર લોંગિંગની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે પરંતુ ભાજપના અણધડ અને ભષ્ટ્રાચારી વહીવટને કારણે અમદાવાદ શહેરના મોટા ભાગના તમામ વિસ્તારો જળબંબાકાર બની રહેવા પામેલ છે જેને કારણે પ્રજા હેરાન પરેશાન થયેલ છે જે ભાજપની વહીવટી અણઆવડતતા પુરવાર થાય છે.
ડ્રેનજલાઈનો ડી-સીલ્ટીંગ કરવા તથા મેનહોલ તથા કેચપીટોની સફાઈ કરવા બાબતના કરોડો રૂા ના કામો મંજુર કરેલ હતાં તે કામો થયાં છે કે કેમ? માત્ર કાગળ પર જ કામો થવા પામેલ છે ? જો ખરેખર કામો થયાં હોય તો તાજેતરના વરસાદમાં પાણી ભરાવવાથી અમદાવાદ શહેરની પ્રજા હેરાન પરેશાન કેમ થઈ? શહેરના મોટા ભાગના વિસ્તાર પાણી કેમ ભરાયાં ? આ તમામ બાબતોથી પુરવાર થાય છે કે કામો માત્ર કાગળ પર જ થવા પામેલ છે, ટ્રાફિક જામ થવાની તથા પાણી ભરાવવાની આફત કુદરત સર્જીત કરતાં તંત્ર/માનવ સર્જીત વધુ હોવાનું ચિત્ર ઉભું થયેલ છે. સત્તાધારી ભાજપના રાજમાં સમગ્ર અમદાવાદમાં રોડ તુટવાના પણ શરૂ થઈ જવા પામેલ છે. ગત વર્ષ તથા ચાલુ વર્ષના મળી કુલ ૨૦૦૦ કરોડથી વધુના ખર્ચે બનાવેલ રોડ તુટી ગયા છે જેથી એસ.ટી.પી પ્લાન્ટ તથા જુની ડ્રેનેજ લાઈનો અપગ્રેડ કરવા લીધેલ વલ્ડ બેંકની ૩૦૦૦ કરોડ લોનની માતબર રકમનો દુર્વ્યય થાય છે જેની પુરતી તપાસ કરી અમદાવાદના નગરજનોને વોટર લોંગિંગની સમસ્યામાંથી કાયમી મુક્તિ કેમ આપી શકાય તે બાબતે યોગ્ય નક્કર કાર્યવાહી તાકીદે કરવા કોંગ્રેસની માંગણી છે.