આજે સવારે આપ નેતા ગોપાલ ઇટાલીયાએ એક ટ્વિટ કરીને જણાવ્યું હતુ કે, તેમને અમદાવાદ પોલીસમાંથી રાજીનામુ આપી દીધું હોવા છતા તેમને પ્રમોશન આપવામા આવ્યું છે સાથે ગોપાલ ઇટાલીયાએ ગુજરાત પોલીસનો છબરડો ગણાવી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા હતા. જે બાદ આ મામલો ચર્ચાનો વિષય બન્યો હતો.
ત્યારે હવે આ મામલે અમદવાદ પોલીસે સ્પષ્ટતા કરી છે. અમદાવાદ પોલીસે આ સમાચારને ખોટા ગણાવ્યા હતા. અને તેમને આ પત્રન બરાબર વાંચ્યા ન હોવાનું જણાવ્યુંહતું.
પ્રેસ નોટ
અમુક સોશયલ મીડીયામાં શ્રી ગોપાલ ઇટાલીયાએ સને ૨૦૧૫માં પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપેલ હોવા છતાં તેઓને ૨૦૨૪માં હે.કો. તરીકે બઢતી આપેલ છે, તે મતલબના સમાચાર ચાલી રહેલ છે.જે તદ્ન ખોટા અને તથ્યહિન છે.
આ અંગે અમદાવાદ શહેર પોલીસની સ્પષ્ટતા નીચે પ્રમાણે છે: pic.twitter.com/9feP71ZhFE— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 3, 2024
તાંજેતરમાં અમદાવાદ શહેરમાં 137 હેડ કોન્સ્ટેબલને એ.એસ.આઇ. તરીકે બઢતી આપવામાં આવી હતી અને પોલીસ કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલ તરીકેની બઢતી આપી તાત્કાલિક જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે. જેથી આ બઢતી આપવા માટે કુલ 87 નામો યાદીના આધારે રૂટીન મુજબ વિગતો મંગાવવામાં આવી હતી, જે બઢતી માટેની પ્રક્રિયાનો એક ભાગ હતો. આ બઢતી આપવા માટે આ 887કર્મચારીઓ વિરૂધ્ધમાં કોઇ ખાતાકીય તપાસ/ ફોજદારી/ એસીબી કેસ ચાલુ છે કે કેમ? તેની માહિતી 48 કલાકમાં મોકલી આપવા તા.2/08/2024ના રોજની યાદીથી જણાવવામાં આવ્યું હતું. આ યાદીમાં આપેલા નામોમા તા.11/01/2012સુધીમાં અમદાવાદ શહેરમાં હાજર થયેલ તમામ પોલીસ કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ગોપાલ ઇટાલીયાએ 2012 માં પોલીસ ખાતામાં હાજર થયેલા હતા , તેથી આ યાદીમાં તેમનું નામ છે. પરંતુ તેમના નામની સામે કોઇ પોલીસ સ્ટેશન દર્શાવવામાં આવ્યું નથી. જેથી ગોપાલ ઇટાલીયાને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવેલ નથી. આમ સોશીયલ મીડીયામાં ચાલતા આ મેસેજ ખોટા અને તથ્યવિહીન છે. ગોપાલ ઇટાલીયાએ પોષ્ટમાં જે પત્ર મુકેલ છે, તે તેઓએ વ્યવસ્થિત રીતે વાંચેલ નથી તેવું અમદાવાદ પોલીસે જણાવ્યું હતું.
આમ અમદાવાદ પોલીસે ખુલાસો કર્યો છે કે, ગોપાલ ઇટાલીયાને કોઈ પ્રમોશન આપવામા આવ્યું નથી પરંતુ તેમને પત્ર બરોબર વાંચ્યો ન હતો અને ટ્વિટ કર્યું હતું. અમદાવાદ પોલીસની આ સ્પષ્ટતા બાદ હવે ભાજપ દ્વારા ગોપાલ ઈટાલિયા પર પ્રહાર કરવામા આવી રહ્યા છે.