મધ્યપ્રદેશમાં એક પીડિત લગભગ 7 વર્ષથી કાંકરિયા તલાઈ ગામમાં થયેલા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી રહ્યો છે. તેમ છતાં તેની વાત સાંભળવામાં આવી રહી નથી. પરિણામે આ વ્યક્તિ મંગળવારે જનસુનાવણી દરમિયાન અનોખા અંદાજમાં નીમચ કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. ફરિયાદોના કાગળની હાર બનાવી ઢસડીને કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. એટલું જ નહીં કલેક્ટર કચેરીએ પહોંચીને તેણે પોતાના માથા પર ચપ્પલ મૂક્યા હતા.જેનો વીડિયો કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કર્યો છે.
नीमच में जनसुनवाई में रेंगते हुए पहुंचने वाला ये शख्स अपने साथ शिकायतों और सुबूतों के कागजों के ढेर को घसीटता हुआ @DrMohanYadav51 सरकार की लाचारी दर्शा रहा है।
इनका नाम मुकेश प्रजापति है जो न्याय की गुहार लगाने कलेक्टर कार्यालय पहुँचे है। pic.twitter.com/6Tmzpug5c9
— MP Congress (@INCMP) September 3, 2024
પીડિત મુકેશ પ્રજાપતિએ જણાવ્યું કે તેઓ લગભગ 7 વર્ષથી કાંકરિયા તલાઈ ગામમાં ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. પરંતુ વાત સાંભળવામાં આવી રહી નથી. પરિણામે ગળામાં ફરિયાદની તમામ અરજીઓની ફોટોકોપી પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચવાની ફરજ પડી હતી. પીડિતાની એક હજારથી વધુ ફરિયાદ અરજીઓ છે.
સેંકડો ફરિયાદો કરવા છતાં વહીવટી તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. આવી સ્થિતિમાં વહીવટીતંત્રનું ધ્યાન આકર્ષિત કરવા, ફરિયાદોની માળા પહેરીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
રાજ્યમાં ભ્રષ્ટાચાર સામે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. તે જ સમયે, નીમચ જિલ્લાના જાવડ વિધાનસભાના કાકરિયા તલાઈ ગામનો મુકેશ પ્રજાપત નામનો વ્યક્તિ છેલ્લા 7 વર્ષથી કલેક્ટર કચેરીના ચક્કર લગાવી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે દર વખતે લોકસુનાવણીમાં અરજી કર્યા બાદ તેને માત્રને માત્ર આશ્વાસન મળે છે. જ્યારે તે આગામી જાહેર સુનાવણીમાં પહોંચે છે, ત્યારે તેને નવી ખાતરી મળે છે.