બાળકોને ટાઈમસર સેક્સ એજ્યુકેશન મળી રહે તે ખૂબ જરુરી છે. આ દિશમાં ઘણું કામ પણ ચાલી રહ્યું છે. સાઉથ અમેરિકાના દેશ પેરાગ્વેએ નેશનલ સેક્સ એજ્યુકેશન પ્રોગ્રામ રજૂ કર્યો છે.
સેક્સ એજ્યુકેશનના આ અભ્યાસક્રમની કેટલીક વિગતો સામે આવી છે જેમાં સેક્સને મેરિડ કપલ માટે ભગવાનની ભેટ સમાન ગણાવાઈ છે તેમજ કોન્ડોમ બિન-અસરકારક હોવાનું પણ જણાવાયું છે.
ડાબેરી સેનેટર એસ્પેરાન્ઝા માર્ટિનેઝે સરકારને કહ્યું કે આ સેક્સ એજ્યુકેશન પ્રોગ્રામમાં જે લખ્યું છે તે ખૂબ જ ખતરનાક છે, તે વિજ્ઞાનનું અપમાન છે. શિક્ષણ પ્રધાન લુઈસ ફર્નાન્ડો રામિરેઝે કહ્યું કે આ કાર્યક્રમને અમલમાં મૂકતા પહેલા તેને સુધારવા માટે હજુ પણ સમય છે. તેમણે કહ્યું કે, આરોપો અને પ્રતિઆક્ષેપો કરવાને બદલે તેને સુધારવા પર ધ્યાન આપવું જોઈએ.